જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જૂનાગઢમાં આવેલા નરસિંહ મહેતા તળાવની સફાઇ કરવામાં આવી રહી છે. ચોમાસુ નજીક આવી ગયું છે.ત્યારે જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા જૂનાગઢ મધ્યેથી પસાર થતા વોંકળાની સફાઇ કરવામાં આવી રહી છે,જેથી ચોમાસામાં વરસાદનાં પાણી રહેણાંક વિસ્તારમાં ન ભરાઇ. જૂનાગઢમાં મોટાભાગનાં વોંકળાની સફાઇ થઇ ગઇ છે.
હાલ મનપાની સેનીટેશન શાખા દ્વારા નરસિંહ મહેતા તળાવની સફાઇ કરવામાં આવી રહી છે. તળાવમાંથી ગાંડી વેલ દુર કરવામાં આવી રહી છે. જોકે જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવમાં ગાંડી વેલનો પ્રશ્ર્ન વર્ષો જુનો છે.