અમીર અને ગરીબને ભેદરેખા નક્કી કરતો આર્થિક સલાહકાર પરિષદનો રિપોર્ટ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતની ગરીબી અને અમીરીની ખાઈને રેખાંકિત કરતો એક સરકારી રિપોર્ટ જાહેર થયો છે. પીએમ આર્થિક સલાહકાર પરિષદનો આ રિપોર્ટ આર્થિક વિકાસ માટે અપનાવામાં આવી રહેલા દ્રષ્ટિકોણની નિષ્ફળતાને ઉજાગર કરે છે. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ દ્વારા તૈયાર કરવામા આવેલ ‘ભારતમાં અસમાનતાની સ્થિતિ’ શિષર્ક હેઠળ રિપોર્ટ ઈંસ્ટીટયૂટ ફોર કોમ્પિટિટિવનેસ દ્વારા તૈયાર કરવામા આવી હતી. તેને ઈએસી-પીએમના અધ્યક્ષ વિવેક દેબરોયે જાહેર કર્યો છે.
- Advertisement -
આ રિપોર્ટ ઙકઋજ, રાષ્ટ્રીય પરિવાર, સ્વાસ્થ્ય સર્વે અને ઞઉઈંજઊ માંથી મળેલા આંકડા પર આધારિત છે. ઙકઋજ 2019-20થી શોધેલા આંકડામાંથી જાણવા મળે છે કે, જેટલી સંખ્યાામં કમાનારા લોકો હોય છે, તેમાંના શરૂઆતી 10 ટકા જ લોકોનો મોસિક પગાર 25,000 છે, જે કુલ આવકનો લગભગ 30-35 ટકા છે. શરૂઆતી 1 ટકા કમાનારા લોકો, કુલ મળીને કુલ આવકના 6-7 ટકા કમાય છે. જ્યારે શરૂઆતી 10 ટકા કમાઉ લોકો, કુલ આવકના 1/3 આવકની ભાગીદારી રાખે છે.
રિપોર્ટ બે ભાગમાં છે. આર્થિક પાસુ અને સામાજિક-આર્થિક પાસુ- 2019-20માં વિવિધ રોજગાર વર્ગોમાં સૌથી વધારે ભાગીદારી સર્વોચ્ચ સ્વરોજગાર કર્મીઓ (45.78 ટકા) નિયમિત વેતનકર્મી (33.5 ટકા) અને અનૌપચારિક કર્મચારી (20.71 ટકા) હતી. સૌથી ઓછી આવકવાળા વર્ગમાં પણ સ્વરોજગારવાળા કર્મચારીઓની સંખ્યા સૌથી વધારે છે. દેશનો બેરોજગારી દર 4.8 ટકા (2019-20) છે અને કામગાર વસ્તીનું સંખ્યા 46.8 ટકા છે. રિપોર્ટમાં રોજગારની પ્રકળતિ અનુસાર વેતન મેળવનારાને 3શ્રેણીમાં નિયમિત વેતનભોગી- સ્વ નિયોજિત અને આકસ્મિક શ્રમિકોમાં વર્ગીકળત કરવામાં આવ્યા છે. જૂલાઈ-સપ્ટેમ્બર 2019માં નિયમિત વેતન મેળવનારા સરેરાશ માસિક વેતન ગ્રામિણ પુરુષો માટે 13,912 રૂપિયા અને શહેરી પુરુષો માટે 19,194 રૂપિયા હતું.જ્યારે ગ્રામિણ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને તે જ સમયે 12,090 રૂપિયાની કમાણી કરી.