કેશોદની મહિલા સાથે શોપીંગનાં નામે ફ્રોડ થયો હતો
ખાસ ખબર સંવાદદાતા
કેશોદમાં એક મહિલા સાથે શોપીંગનાં નામે ફ્રોડ થયો હતો.
મહિલાનાં ખાતામાંથી રૂપિયા 47972 ઉપાડી લીધા હતાં. આ અંગે મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેના પગલે એસીપી રવિ તેજા વાસમ શેટ્ટીનાં માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લા સાયબર ક્રાઇમ સેલ (એસઓજી)નાં પીઆઇ એ.એમ. ગોહિલ, પીએસઆઇ એમ.જે. કોડિયાતર અને ટીમ દ્વારા આ રકમ પરત મેળવવા પ્રયાસ કર્યા હતાં. પોલીસ બેંક અને સંલગ્ન પેમેન્ટ ગેટવે એજન્સીઓ સાથે સતત સંકલનમાં રહી ફ્રોડસ્ટર દ્વારા ફ્રોડ કરવામાં આવેલી રકમ અન્ય જગ્યાએ ઉપયોગ ન થાય અને મહિલાને રિફન્ડ મળે તે માટે એજન્સીઓ સાથે સતત સંપર્કમાં રહ્યાં હતાં. અને ઓનલાઇન ઓર્ડર થયો હતો તે રોકાવી દીધો હતો અને મહિલાનાં ખાતામાં ફરી 47972 રૂપિયા જમા થયા હતાં.