– અડધાથી વધુ હિંદુ સમુદાયનું માનવું છે કે, ભગવાન કૃષ્ણનો જન્મ એ સ્થળ પર થયો, જ્યાં મસ્જિદ છે
મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇર્દગાહ વિવાદના કેસમાં ગુરૂવારના રોજ કોર્ટએ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટએ આ વિવાદિત અરજીમાં વકીલ હરિશંકર જૈન, વિષ્ણુ જૈન અને રંજના અગ્નિહોત્રીના દાવા પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો કે શ્રીકૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીનને ખાલી કરવાની માગણી કરી છે.
- Advertisement -
શું છે સંપૂર્ણ વિવાદ?
કટરા કેશવ દેવ મંદિરના 13.37 એકરના પરિસરની અંદર, મસ્જિદને હટાવવાની માગણી કરતા અલગ- અલગ હિંદુ સમૂહોની તરફથી મથુરાની અદાલતોમાં 10 અળગ-અલગ અરજી દાખલ કરવામાં આવી હતી, જેના માટે તેમનો દાવો છે કે, મસ્જિદને કૃષ્ણના જન્મસ્થાન પર બનાવવામાં આવી છે. મથુરા કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે, અડધાથી વધુ હિંદુ સમુદાયનું માનવું છે કે, ભગવાન કૃષ્ણનો જન્મ એ સ્થળ પર થયો, જ્યાં મસ્જિદ છે.
છેલ્લી સુનાવણીમાં સુરક્ષિત રાખ્યો નિર્ણય
ગુરૂવારના રોજ આ કેસમાં મથુરાની કોર્ટમાં નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. જયારે છેલ્લી સુનાવણી પછી આ બાબતે કોર્ટએ નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો. એવામાં ગુરૂવારના કોર્ટ આ નિર્ણય સંભળાવી શકે છે કે, આ દાવાને સ્વીકારવામાં આવશે કે નહીં.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, મથુરાના સિવિલ જજ સીનિયર ડિવીઝનએ અહિંયા અરજી દાખલ કરી હતી. જેમાં માગણી કરી હતી કે મથુરાની શાહી ઇર્દગાહ મસ્જિદમાં મૂળ ગર્ભ ગૃહને સીલ કરવામાં આવે. આ જગ્યા પર આવવા- જવા પર પ્રતિબંધ લગાવવામાં આવે, તેમની ઉચિત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવે. પ્રાચીન હિંદુ ધાર્મિક ચિન્હો અને કલાકૃતિઓને નષ્ટ થવાથી બચાવવામાં આવે.