હાર્દિક પટેલએ આજે આખરે કોંગ્રેસ પાર્ટીમાં થઈ રાજીનામું આપી દિધુ છએ. ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલા કોંગ્રેસ માટે આ સૌથી મોટો ઝટકો છે. કોંગ્રેસને રાજીનામું આપતા હાર્દિક પટેલએ કોગ્રેંસની પાર્ટી પર પોતનો રોષ ઠાલ્વ્યો છે. હાર્દિક છેલ્લા કેટલાક દિવસથી કોંદ્રેસના નેતાઓથી નારાજ હતો અને તેમની પાર્ટી છોડવાની અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી.
- Advertisement -
કોંગ્રેસ છોડતા સમયે હાર્દિક પટેલએ ટ્વિટ કર્યુ કે, આજે હું હિમ્મ્ત કરીને કેંગ્રેસ પાર્ટીનું પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતા સાથે રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા સાથી કાર્યકરો અને ગુજરાતની પ્રજા આ નિર્ણયનું સ્વાગત કરશે, હું માનુ છું કે મારા આ નિર્ણય પછી હું ભવિષ્યને લઇને સાચે જ સકારાત્મક રૂપે કાર્ય કરી શકિશ.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલને ગુજરાતના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસના નેતૉત્વથી નારાજ હતા. કેટલીય વાર તેમની નારાજગી સામે આવી છે.
તેમણે એટલે સુધી કહી દીધું હતુ કે, કોંગ્રેસએ તેમની હાલત એવી કરી નાખી છે કે જેમ નવા વરરાજાની નસબંધી કરાવી દીધી હોય. અહિયા તેમનો કહેવાનો અર્થ એ છે કે તેમની પાસે પાર્ટીને લઇને કોઇ પણ નિર્ણય લેવાની સત્તા હતી નહીં. તેમની નારાજગી સ્ટેટ લીડર સાથે છે.
શું હાર્દિક હવે વેપારી બની ગયા…?
હાર્દિકના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ એક જૂનું ટ્વીટ વાઇરલ થઈ રહ્યું છે, જેમાં હાર્દિકે એવું લખ્યું હતું કે, હાર-જીતમાં માનવાવાળા વેપારી હોય છે. વિચારધારાના અનુયાયી નહી, લડીશ, જીતીશ અને મૃત્યુ સુધી કોંગ્રેસમાં રહીશ.