રૂા. 949ના મૂળ ભાવના શેરનું એલઆઈસીમાં 867.20 તથા ગજઊમાં 872માં લિસ્ટિંગ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય વીમા ક્ષેત્રની સૌથી મોટી કંપની લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (એલઆઈસી)એ ઇન્વેસ્ટરોને નિરાશ કર્યા છે. ખાનગીકરણની દિશામાં કદમના ભાગરુપે આઈપીઓ આવ્યા બાદ આજે શેરનું લીસ્ટીંગ થયું હતું અને તે 8 ટકા ડીસ્કાઉન્ટમાં ખુલતા ઇન્વેસ્ટરોમાં સોંપો પડી ગયો છે. રીટેઇલ ઇન્વેસ્ટરો તથા પોલીસી ધારકોને મુળભાવમાં અનુક્રમે રૂા. 45તથા 60નું ડીસ્કાઉન્ટ અપાયુંહતું છતાં તેના કરતા પણ નીચા ભાવે ખુલ્યો હતો.એલઆઈસીનો શેર રૂા. 949માં આપવામાં આવ્યો હતો તેની સામે બીએસઇમાં 867.20 તથા એનએસઇમાં 872ના ભાવે લીસ્ટીંગ થયુંં હતું. શેરબજારમાં અનિશ્ચિતતાના માહોલને કારણે એકથી વધુ વખત પાછા ઠેલાયેલા આઈપીઓને છેવટે ગત 4થી મેના રોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને 9મી મેના રોજ બંધ થયો હતો. 21000 કરોડના આ ઇસ્યુના ભાવ વિશે શરુઆતથી જ ગણગણાટ હતો છતાં સરેરાશ 2.90 ટકા છલકાઈ ગયો હતો.રીટેઇલ ઇન્વેસ્ટરોને મૂળભાવમાં રૂા. 45 તથા પોલીસીધારકોને 60 રૂપિયાનું ડીસ્કાઉન્ટ જાહેર કરાયું હોવાથી આ શ્રેણીના ક્વોટામાં સારુ આકર્ષણ રહ્યું હતું. જો કે, ઇસ્યુ પૂર્ણ થયાના બીજા જ દિવસથી ગ્રે માર્કેટમાં ભાવ નીચો આવવા લાગ્યો હતો.
ઇસ્યુ વખતે શેરદીઠ રૂા. 100નું પ્રિમીયમ બોલાતું હતું તે સંપૂર્ણ ધોવાઈ ગયું હતું એટલું જનહીં.ડીસ્કાઉન્ટ બોલાવા લાગ્યું હતું.આજના લીસ્ટીંગ પૂર્વે ગઇકાલે શેરદીઠ 30 રૂપિયા ડીસ્કાઉન્ટ થયુંહતું તેના કરતા પણ આજે લીસ્ટીંગમાં ભાવ નીચો ખુલ્યો હતો.