યુવાન તરુણભાઈ પટોળીયાએ પોતાના જન્મદિવસની ઉજવણી તથા સ્વર્ગવાસી કાજલબેન રામાણી ની પ્રથમ પુણ્યતિથિ નિમિતે પરિવારે ખોટાં ખર્ચ કરવાને બદલે સામાજિક કાર્ય કરીને ઉજવણી ઉજવવાનું નક્કી કર્યું.તેઓના આ ઉમદા વિચારને કલ્યાણ ચેરિટી ગ્રૂપ નો પૂરો સહયોગ મળતા અતિ જરૂરિયાતમંદ એવા ત્રણ પરિવારોને 1 મહિનો ચાલે તેવી રાશનકીટ કે જેમાં ઘઉં,ચોખા,ખીચડી,ચા,ખાંડ,તેલ,મીઠું,મરચું,જીરું,હળદર વગેરે જેવી કરિયાણા ની વસ્તુઓ મદદ અર્થે અપાઈ.આ ઉપરાંત ઉજવણી નાં ભાગ રૂપે ઝૂંપડપટ્ટીના બાળકોને બિસ્કીટ નો નાસ્તો આપવામાં આવ્યો.આ રીતે અલગ અલગ બે સામાજિક કાર્યો દ્વારા બંને ઉજવણી ને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાની સાથે સાથે સમાજને માટે અનુકરણીય સંદેશ પણ પેશ થયો.ધન્ય છે તરુણભાઈ પટોળીયા અને સ્વર્ગવાસી કાજલબેન રામાણી ના પરિવારને કે જેઓના પરિવારમાં આવા ઉમદા સંસ્કારોનું સિંચન થયેલું છે.આ રીતે સાર્થક ઉજવણી બદલ બંનેના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન
જન્મદિવસ અને પુણ્યતિથિ ની ઉજવણી જરૂરિયાતમંદ પરિવારોને રાશનકીટ અને બાળકોને બિસ્કીટ આપીને કરી
You Might Also Like
Follow US
Find US on Social Medias