સૌરાષ્ટ્રભરમાં પત્રકાર મિલન, પત્રકાર ગોષ્ટી, પત્રકાર સંપર્ક જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્ર્વ સંવાદ કેન્દ્ર દ્વારા આદ્ય પત્રકાર અને પ્રત્યાયન શાસ્ત્રના જનક દેવર્ષિ નારદની જન્મજયંતીની સૌરાષ્ટ્રભરમાં ભવ્ય ઉજવણી તા. 18થી કરવામાં આવનાર છે. જેમાં સૌરાષ્ટ્રભરમાં પત્રકાર મિલન, પત્રકાર ગોષ્ટી અને પત્રકાર સંપર્ક જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. વર્તમાન વિશ્ર્વ જયારે પશ્ર્ચિમ બાજુ જોવા ટેવાયેલુ છે એને પુછો કે પ્રત્યાયન થિયરીનાં જનક કોણ તો પ્રત્યાયન શાસ્ત્રનાં પ્રાધ્યાપક તુરંત જ-ખ-ઈ-છનાં જનક એવા શેનન – વિવર, લાસવેલ કે લાઝાર્સફેલ્ડનું નામ તુરંત ઉચ્ચારે. ફ્રી પ્રેસ થિયરી વિષે પુછો તો જહોન સ્ટુઅર્ટ મિલ, જ્હોન લુકે કે પછી મિલ્ટનનું નામ ઉચ્ચારે. વૈશ્ર્વીક પત્રકારિતા વિષે ભણાવાય છે કે 1702માં ઇંગ્લેન્ડમાં ચાલુ થયેલા ‘ડેઇલી કોરાન્ટ’ અને તેના માલીક એડવર્ડ મેલેટનું નામ આવે. મુદ્રણ કલા વિષે પુછો તો 1450માં જર્મનીનાં જ્હોન ગુટેન બર્ગનું નામ આવે. ભારતમાં 1780ની 29મી જાન્યુઆરીએ પશ્ર્ચીમ બંગાળનાં કલકત્તાથી શરુ થયેલા ‘બંગાલ ગેઝેટ એન્ડ કલકત્તા જર્નલ એડવર્ટાઇઝર’ નામના અખબારનો પ્રારંભ વ્યકિતગત બદલો લેવાની ભાવનાથી જેમ્સ ઓગસ્ટ હિકકી જેને ભારતિય પત્રકાર જગતનો પિતામહ કહેવાય એમનું નામ આવે.સ્વાભાવિક પ્રશ્ર્ન મનમાં થાય તો લાખો-કરોડો વર્ષોનો ઇતિહાસ ધરાવતા આ ભારતવર્ષનું આ ક્ષેત્રે શું પ્રદાન કંઇ છે કે ? જ્ઞાન પરંપરા અને ભક્તિ દ્રારા સમર્પણની પરમ વિભાવનાને વરેલા આ ભારતવર્ષમાં હિમાલયની એ દેવભૂમિ રુષી, મહર્ષિ, મનિષિઓ માટે આદિ-અનાદિકાળથી તપોભૂમિ રહી છે. જયાંની બરફચ્છાદીત ગીરિકંદરાઓ અને ગુફાઓમાં મહર્ષિ અષ્ટાવક્ર, પરાશર, મહર્ષિ નારદ, મહર્ષિ વ્યાસ, ભગવાન પરશુરામ, ગુરુ ગોરખનાથ, મચ્છીંદરનાથ જેવા આર્ષદ્રષ્ટાઓએ અનેકો વર્ષો સુધી તપ કરી અને પરમસિદ્ધિઓને પ્રાપ્ત કરી અને એમની સમાધીષ્ટ અવસ્થામાં પરમચેતનાંમાં લીન થઇ અને જે સત્યનું દર્શન કરી અને વેદ-પુરાણ-શાસ્ત્રો ની દેશ અને દુનિયાને ભેટ આપી. દુનયન્વી દૃષ્ટીએ ઙવ.ઉ (મજ્ઞભજ્ઞિિં જ્ઞર ાવશહજ્ઞતજ્ઞાવ) એટલે કે દર્શનશાસ્ત્ર એ આજ શાસ્ત્રોનું દર્શન જે હંમેશા સૃષ્ટીનાં ગોચર-અગોચર વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું જનક રહ્યુ, પછી એ જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, અણુ વિજ્ઞાન કે વિમાનશાસ્ત્ર હોય તેનાં જનક રહ્યા છે ભારતીય મનિષીઓ જે હવેનાં પરમાણુયુગનાં વિશ્ર્વને પણ જ્ઞાત થઇ રહ્યુ છે. એ જ કડીમાં પ્રત્યાયન શાસ્ત્ર અને પત્રકારિતા (જનહિત માટે)નાં જનક એટલે આપણે જેને નારાયણ… નારાયણ કરતા હાથમાં સિતાર સાથે સતત ભ્રમણ કરતા જોઇએ છીએ એ મહર્ષિ નારદ. એમની જયંતિ એટલે વૈશાખ મહિનાનાં કૃષ્ણ પક્ષની બીજ.
મહર્ષિ નારદ આદર્શ પત્રકાર અને સંચારકની સાથે સંગીત, મર્મજ્ઞ ઓર નારાયણનાં પરમ ભકતની સાથે 84 ભક્તિસુત્રોનાં રચયિતા છે. જે ભક્તિસુત્રનો પ્રત્યેક શ્ર્લોક આદર્શ પત્રકાર જગતનો એક-એક સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે.
સ્વામી વિવેકાનંદ જેવી આધ્યાત્મિક વિભૂતિએ તો એના પર ભાષ્યો લખ્યા છે. પોતાનો કોઇ આશ્રમ ન ધરાવતા નારદ ઋષિ નિરંતર પ્રવાસ દ્વારા લોકહિત જાણી અને નિરાકરણ લોકહિતમાં કરનારા એક આદર્શ સંચારક છે.
આમ કલ્યાણકારી જગની કામનાનો સંદેશ વિશ્ર્વના એ તમામ પત્રકારો માટે માર્ગદર્શક બને એ માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
પંકજભાઈ રાવલ
પ્રચાર પ્રમુખ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
સૌરાષ્ટ્ર પ્રાંત રાજકોટ