ખાસ-ખબર સંવાદદાતા
ઔદ્યોગિક સંસ્થા નએસોચેમથ દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે રોડ સુરક્ષા સૌથી મહત્ત્વનો મુદ્દો છે અને સરકારે તેના પર ધ્યાન આપવાની જરૂર છે.
દર વરસે દેશમાં 1.35 લાખ કરતા પણ વધુ લોકો રોડ અકસ્માતમાં જીવ ગુમાવે છે અને આ સંખ્યા યુદ્ધમાં માર્યા જતા લોકો કરતા અનેકગણી વધારે છે, એમ કેન્દ્રના રાજ્ય કક્ષાના રોડ પરિવહન અને હાઈ વે ખાતાના પ્રધાને કહ્યું હતું. આપણે રોડ સેફ્ટી વીક મનાવતા હતા તેને અપગ્રેડ કરીને રોડ સેફ્ટી મન્થ કરવામાં આવ્યો છે, પરંતુ આ દૈનિક ધોરણે ધ્યાન આપવા જેવી બાબત છે, એમ તેમણે કહ્યું હતું. આ બાબત અઠવાડિયા કે મહિના પૂરતી સીમિત નથી. ઘણુંબધું દાવ પર લાગેલું હોવાને કારણે તેને વીક કે મન્થ પૂરતું મર્યાદિત ન કરી શકાય, એમ તેમણે કહ્યું હતું.
રોડ અકસ્માત ઘટાડી શકાય તે માટે વાહન ઉત્પાદકોએ આગળ આવવું જોઈએ. રોડ અકસ્માત અને તેને કારણે થતાં મૃત્યુના પ્રમાણને ઘટાડવા વાહન ઉત્પાદકોએ સંશોધન કરવું જોઈએ અને વાહનમાં સુરક્ષાની યંત્રણા વધારવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
ઈન્ટરનેશનલ રોડ ફેડરેશન (આઈઆરએફ)ના અધ્યક્ષ કે. કે. કાપડિયાએ કહ્યું હતું કે રોડ અકસ્માતમાં થતા મૃત્યુ અને ઘાયલોની સંખ્યા ઘટાડવા જનજાગૃતિ લાવવાની સાથે સાથે કડક પગલાં અને યોગ્ય દંડ કરવાની પણ જરૂર છે.ળ સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ વર્ષ 2020માં કુલ 3,66,138 રોડ અકસ્માત થયા હતા અને તેમાં 1,31,714 જણનાં મોત
થયાં હતાં.