– પ્રથમ કેસ આવતા જ કિમ જોંગએ સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી
નોર્થ કોરિયામાં કોરોનાનો પહેલો કેસ આવ્યા બાદસ શુક્રવારના તેમની મૃત્યુ થઇ ગઇ. જયારે, 5 બીજા લોકોની મોત પણ થઇ છે, પરંતુ તેમાં કોરોનાના સંક્રમણ હોવાની ખાતરી થઇ નથી. મળેલી જાણકારી અનુસાર, આ પાંચ લોકોને સામાન્ય તાવ હતો, અને કોરોનાના જેવા લક્ષણો હતા, જયારે લગભગ બે લાખ લોકોને આઇસોલેટ કરીને તેમને સારવારા આપવામાં આવી રહી છે.
- Advertisement -
નોર્થ કોરિયાની મીડિયા એજન્સા અનુસાર, કોરોનાથી આજે પહેલી મૃત્યુ થઇ છે અને હજારો લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે, જો મહામારી ગંભીરતાથી લેવાના સંકેત આપી રહ્યા છે. KCNAએ કહ્યુ કે, તાવના લક્ષણવાળા 6 લોકોની મૃત્યુ થઇ છે. જેમાંથઈ 1 દર્દીમાં કોરોનાના એમિક્રોન વેરિયેન્ટ હોવાની ખાતરી થઇ છે.
આઇસોલેશનમાં 1 લાખથી વધુ લોકોની સારવાર ચાલુ
મળેલી માહિતી મુજબ, દેશમાં કોરોના વિસ્ફોટ થયો છે. લગભગ 1,87,800 લોકોને આઇસોલેટ કરીને તેમની સારવાર ચાલી રહી છે. મોટા પાયે 3,50,000 લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે, જેમાંથી 10,000 લોકોને ગુરૂવારના તેમની સુચના આપવામાં આવી હતી. લગભગ 1,62,200 દર્દીની સારવાર કરવામાં આવી. જો કે દેશમાં કોરોના પોઝીટીવ લોકોની સંખ્યાના આંકડા હજુ સ્પષ્ટ થયા નથી.
- Advertisement -
નોર્થ કોરિયામાં ગુરૂવારના રોજ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો. કોરોનાનો કેસ આવતા જ કિમ જોંગએ સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. તેમણે કોરોનાથી બચવાના ઉપાયો અને સાવચેતીના પગલા લેવાના આદેશ આપ્યો છે. સાથે જ કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન કરવા સુચના આપી છે. મળેલી માહિતી મુજબ આજ રોજ રાજધાની પ્યોંગયોંગમાં કેટલાક લોકોના સેમ્પલ લઇ તપાસ માટે મોકલવામાં આવ્યા. જેમાં કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.