મુખ્યમંત્રીના હસ્તે વિચરતી જાતિના 65 પરિવારોને આવાસોની અર્પણ વિધિ પારેવાડા, રામપર અને બેટીના પરિવારને મળનારો લાભ: હોસ્ટેલ પણ બનાવાશે
ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ 13ના રોજ સવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને તેમની ખાસ ઉપસ્થિતિમાં સેન્ટ્રલ ઝોન ઝોન અને ઇસ્ટ ઝોનના ભાજપના આગેવાનો કાર્યકરો કોર્પેારેટરો ધારાસભ્યો મોરચા અને સેલના આગેવાનો સહિતની ત્રણ સંમેલનનું આયોજન કરવામાં આવનાર છે. કયા ઝોનનો કાર્યક્રમ કયા સ્થળે અને કેટલા વાગે રાખવો ? તે આજ સાંજ સુધીમાં ફાઈનલ થઇ જશે.
જિલ્લા ભાજપના આગેવાનોને મળી શકાય તે માટે સકિર્ટ હાઉસમાં અલગથી બેઠક બોલાવવામાં આવી છે અને તેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપરાંત ધારાસભ્યો સંસદ સભ્યો રાયસભાના સભ્યો વગેરેને પણ બોલાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનાર છે ત્યારે અનેકવિધ ખાતમુહર્ત અને લોકાર્પણ થનાર છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીપે રાજકોટના જિલ્લા કલેકટર અણ મહેશ બાબુએ પારેવાડા, રામપર અને બેટી ગામની પણ મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓ અંગે જાત નિરીક્ષણ કયુ હતું તેમજ જરી સૂચનો આપ્યા હતા. વિચરતી વિમુકત જાતિના લોકોને અંદાજિત 65 જેટલા મકાનો ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અને વિચરતા સમુદાય સમર્થન મચં સંસ્થાના સહયોગથી બનાવવામાં આવ્યા છે, જેની સોંપણી મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. વિચરતા સમુદાયના લોકો સ્થિર બનીને જીવન જીવી શકે તથા તેમના બાળકો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકે તે માટે રામપર-બેટી ગામના વિસ્તારમાં સરકારી હોસ્ટેલ નિર્માણ પામશે જેનું ખાતમુહર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે. તે જગ્યાની સ્થળ ચકાસણી પણ કલેકટરે કરી હતી તેમજ આવાસ મેળવનારા લાભાર્થીઓને કલેકટર બ મળ્યા હતા તેમજ તેઓ જોડે ચર્ચા કરી હતી. આ સ્થળ પર જિલ્લા કલેકટરે અલગ-અલગ વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે મીટીંગ યોજીને જરી આદેશો આપ્યા હતા.
આ પ્રસંગે રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી વીરેન્દ્ર દેસાઈ, રાજકોટ તાલુકા મામલતદાર કથિરીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રિજેશ કાલરીયા, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારી ઝાલા, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના સી.એન મિશ્રા, વિકસતી જાતિના નિયામક નાયબ એ. ટી. ખમણ, વિચરતા સમુદાય સમર્થન મચં સંસ્થાના મિતલબેન પટેલ, છાયાબેન પટેલ તથા કાનજીભાઈ સહિતના સંબંધિત સરકારી વિભાગોના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.