અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા
અનુસૂચિત જનજાતિની કલ્યાણકારી યોજનાઓમાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલ સુધારાઓ સંદર્ભે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો ઋણ સ્વીકાર કાર્યક્રમ રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર ની ઉપસ્થિતીમાં યોજાઈ ગયો.
આ તબક્કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યું હતું કે છેવાડા નો દરેક સમાજ મુખ્ય પ્રવાહમાં આવે તેવા પ્રયાસો નરેન્દ્ર મોદીના રહ્યા છે.
ત્યારે અમારી સરકાર સૌ નો સાથ સૌનો પ્રયાસ અને સહિયારા વિકાસ તરફ આગળ વધવા તત્પર છે.
તેમણે કહ્યું કે રાજ્યમાં જે કોઈ સમાજ પાછળ હશે તેને આગળ લાવવા માટે પણ અમે પ્રયત્નશીલ છીએ એટલું જ નહીં સમાજની મુશ્કેલી ધ્યાને આવે તે પણ જરૂરી છે. કારણ કે તેનું નિરાકરણ કરવા અમે આગળ વધી શકીએ.બીજી તરક સમાજ ને અપીલ કરતાં કહ્યું કે પ્રત્યેક સમાજમાં આજની દ્રષ્ટિએ પાયાનું શિક્ષણ જરૂરી છે.ત્યારે તમારા બાળકો ને ભણાવી સમાજ ને આગળ લાવો.



