દિલ્હીમાં ફરી જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનો નિયમ ફરજિયાત
માસ્ક નહીં પહેરનારને ફરી 500 રૂપિયા દંડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શુક્રવારે દિલ્હીમાં એક હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં પોઝિટીવીટી રેટ 4.64 ટકા પર પહોંચી ગયો છે.દિલ્હીમાં કોરોનાના કેસ છેલ્લા અઢી મહિનામાં સૌથી વધુ નોંધાયા છે. જ્યારે પોઝિટિવ કોરોના દર્દીઓની સંખ્યા હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 1042 નવા કોરોના કેસ સામે આવ્યા છે, 10 ફેબ્રુઆરી પછી રાજધાનીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
અગાઉ, 10 ફેબ્રુઆરી 2022 ના રોજ, 1104 કેસ નોંધાયા હતા, આજે કોરોના પોઝિટીવીટી રેટ 4.64 % છે. સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 3253 થઈ ગઈ છે. 15 ફેબ્રુઆરીથી રાજધાનીમાં સૌથી વધુ સક્રિય કોરોના દર્દીઓ બની ગયા છે. 15 ફેબ્રુઆરીએ સક્રિય દર્દીઓની સંખ્યા 3397 હતી.
- Advertisement -
દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ફરીથી માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્કના ફરજિયાત ઉપયોગને નાબૂદ કર્યાના 3 અઠવાડિયાની અંદર, દિલ્હી સરકારે તાત્કાલિક અસરથી ફરીથી જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત બનાવ્યા છે. કોઈપણ ઉલ્લંઘન માટે 500 રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.
દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા દિલ્હીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આ માર્ગદર્શિકા જારી કરી છે. જો કે ખાનગી ફોર વ્હીલરમાં એકસાથે મુસાફરી કરતા લોકોને મુક્તિ આપવામાં આવશે. ઓર્ડરમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે લોકોએ ભાડે લીધેલી કેબ અથવા ટેક્સીમાં મુસાફરો સાથે મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવું જરૂરી છે કે કેમ, પરંતુ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેમને મુક્તિ આપવામાં આવશે નહીં. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ઉઉખઅ) એ બે દિવસ પહેલા જાહેર સ્થળોએ 500 રૂપિયાના દંડ સાથે માસ્ક ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો હતો.