મંત્ર-જાપ કરતા રહેવાથી ઈશ્વરને બધું પડતું મૂકીને તમારી પાસે દોડી આવવું જ પડશે
મોર્નિંગ મંત્ર
– ડૉ. શરદ ઠાકર
– ડૉ. શરદ ઠાકર
સંત જ્ઞાનેશ્વર કહી ગયા છે : “માત્ર નામ જપવાથી જેને સમજી શકાતો નથી તેને સમજી શકાય છે; નામ જપવાથી જેને જોઈ શકાતો નથી તેને જોઈ શકાય છે.”
મંત્ર-જાપ સતત ભૂલ્યા વગર કરતા રહો. મંત્ર-જાપ એટલી વાર કરો કે આખરે એવો સમય આવે જ્યારે તમે મંત્ર જપો એને બદલે મંત્ર ખુદ તમને જપવા લાગે. કોઈ બાળક રડતું રડતું તેની માને પોકારે, ત્યારે તેની મા અન્ય કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં છેવટે તો તે બધાં કામો પડતાં મૂકીને તેના બાળક પાસે દોડી આવશે. એવું જ મંત્ર-જાપ માટે સાચું છે. મંત્ર-જાપ કરતા રહેવાથી ઈશ્વરને બધું પડતું મૂકીને તમારી પાસે દોડી આવવું જ પડશે. આખું જગત અત્યારે યંત્રના સહારે ચાલી રહ્યું છે, એને બદલે જો મંત્રના સહારે ચાલવા માંડે તો જગતની સિકલ બદલાઈ જાય.