કંગના રનૌતને બૉલીવુડની રાણી કહેવામાં આવે છે. આ દિવસોમાં કંગના OTT પર તેના શો ‘લોક અપ’ને લઈને પણ ચર્ચામાં છે.

તે હંમેશા પ્રયોગ અને સરળ શૈલી માટે જાણીતી છે. મણિકર્ણિકા-ધ ક્વિન ઑફ ઝાંસી બાદ પોતાની આગામી ફિલ્મ `મેન્ટલ હૈ ક્યા`, માટે પૂરી રીતે તૈયાર છે.
કંગનાનો જન્મ 23 માર્ચ, 1987ના રોજ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની નજીક આવેલા સૂરજપુર ભાભનાલામાં થયો હતો, તેના માતા-પિતા ઇચ્છતા હતા કે તે ડોક્ટર બને, પરંતુ તે તેના માતા-પિતા સાથે ઝઘડો કરીને દિલ્હી આવી ગઈ. તમને જણાવી દઈએ કે, કંગના 16 વર્ષની ઉંમરે દિલ્હી પહોંચી અને પછી મોડલ બની. તેના પિતા નહોતા ઈચ્છતા કે કંગના ફિલ્મોમાં કામ કરે. આ પછી તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી, જોકે આજે તેમનો પરિવાર કંગનાના દરેક નિર્ણયથી ખુશ છે.
- Advertisement -

અભિનેત્રી કંગના બિન્દાસ અંદાજને કારણે આજે લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે એટલું જ નહીં, પરંતુ આ અભિનેત્રી બોલીવુડથી લઈને સામાજિક, રાજકારણ સુધીના મુદ્દાઓ પર તેના અભિપ્રાય આપવા માટે પણ જાણીતી છે. બોલિવૂડમાં કામ કરવા છતાં કંગના આ ઈન્ડ્સ્ટ્રીના અનેક લોકો સામે સવાલ ઉઠાવતી જોવા મળે છે. અભિનેત્રીના ફેન્સ તેને આ બાબત પર પ્રોત્સાહિત કરતા પણ જોવા મળે છે, પરંતુ કંગના પણ ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર રહે છે.

- Advertisement -
રીલ અને રિયલ લાઈફ બન્નેમાં કંગના પોતાના લૂક્સ સાથે એક્સપરીમેન્ટ કરતી હોય છે. કંગના ફૅશનની દુનિયાની સૌથી પ્રખ્યાત સેલિબ્રિટી છે, તે પોતાની જાતને અલગ-અલગ રૂપમાં રજૂ કરતી હોય છે. કંગનાએ 2006માં બૉલીવુડ ફિલ્મ ‘ગૅન્ગસ્ટર’થી પોતાના એક્ટિંગ કરિઅરની શરૂઆત કરી હતી અને 13 વર્ષના લાંબા કરિઅરમાં એણે વધારે ફિલ્મ્સ કરી, તેણે નેશનલ એવોર્ડ પણ જીત્યો હતો. જ્યારે બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારોને એક વખત પણ નેશનલ એવોર્ડ નથી મળ્યો, ત્યારે કંગના એવી અભિનેત્રી છે જેને તેના શાનદાર કામ માટે ત્રણ વખત નેશનલ એવોર્ડ મળ્યો છે. તમને જણાવી દઈએ કે કંગનાને બાળપણથી જ તૈયાર થવાનો શોખ છે અને હંમેશા તૈયાર થઈને બહાર જાય છે. તેણે એક ઈન્ટવ્યૂમાં કહ્યું હતું કે તેના પાડોશી હંમેશા એના કપડા અને સ્ટાઈલને લઈને ખીજાતા હતા.
કંગના મૉડલિંગની દુનિયામાં ઘણી ફૅમસ થઈ ગઈ છે અને બાદ તેણે એક્ટિવ તરફ પગલું ભર્યુ. IIJW, LFW જેવા ઘણા ફૅશન ઈવેન્ટ્સમાં આજ પણ કંગના રેમ્પ વૉક કરીને બધા ચાહકોને ક્રેઝી બનાવી દે છે. મધુર ભંડારકરની ફિલ્મ ‘ફૅશન’માં પણ કંગનાએ એક મૉડલનો રોલ ભજવ્યો હતો, જે લોકોને બહુ જ પસંદ આવ્યો હતો. કંગના રાનોટે ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમ કે વો લમ્હે, લાઈન ઈન અ….મેટ્રો, ફૅશન, રાઝ, તનુ વેડ્સ મનુ, ક્વીન…

કંગનાએ જ્યારે મોડલિંગ શરૂ કર્યું હતું ત્યારે તેમના ઘરના લોકો તેમના આ નિર્ણયથી ખુશ થયા નહોતા, પરંતુ ધીમે ધીમે લોકોએ કંગના કામ અને મહેનત પર વિશ્વાસ કર્યો. રૅમ્પ પર કંગનાએ ઘણા મોટા ડિઝાઈનર્સના કલેક્શનનું પ્રદર્શન કર્યું છે. મનીષ મલ્હોત્રાથી લઈને જે.જે. વાલ્યા સુધીના ડિઝાનર્સનો લહેંગો, ગાઉન અને વેસ્ટર્ન આઉટફિટ બધા પ્રકારના ડ્રેસિંગ સ્ટાઈલ કંગનાને પરફેક્ટ લાગે છે.

રૅમ્પ પર ફક્ત કપડા જ નહીં, તે પોતાના હેરસ્ટાઈલને લઈને પણ ઘણા પ્રયોગ કરે છે. કંગનાના કર્લી હેર છે, પણ તે ક્યારે શોર્ટ, સ્ટ્રેટ અને વેવી લૂકમાં ઘણી બ્યૂટિફૂલ લાગે છે. ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ એની ઑલ ટાઈમ ફેવરેટ મૂવી હતી. કંગના જ્યારે 8 વર્ષની હતી ત્યારથી આ ફિલ્મ જોતી આવી છે.
આ સમયે તે ઈન્ડસ્ટ્રીથી સૌથી વધારે પૈસા કમાવનારી એક્ટ્રેસ બની ગઈ છે. કંગનાએ પોતાની ફિલ્મી કરિયરમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સાથે દુશ્મનીનો માહોલ ઉભો કર્યો છે.એવું કહી શકાય કે અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રીમાં ભલે થોડા મિત્રો બનાવ્યા હોય પરંતુ દુશ્મનોની યાદી ઘણી લાંબી છે, જેમાં કરણ જોહર,ઋતિક રોશન, અભ્યાસ સુમન, આદિત્ય પંચોલી, અપૂર્વ અસરાની જેવા ઘણા લોકો છે, જેમના પર કંગનાએ મોટા આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી હતી.
કંગના હાલમાં જ ફિલ્મ ‘મણિકર્ણિકા’માં રાણી લક્ષ્મીબાઈના પાત્રમાં નજર આવી હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ સારો બિઝનેસ કર્યો છે. કંગના આગામી રાજકુમાર રાવની સાથે ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’માં જોવા મળશે.


