નવાગામ-આણંદપર નજીક આવેલ 500 કરોડની જમીનમાં હેતુ ફેર કરી કૌભાંડ કર્યાનો આક્ષેપનો મામલો
કોંગ્રેસના સુખરામ રાઠવા, શૈલેષભાઇ પરમાર, સી.જે.ચાવડા વિગેરેને ગાંધીનગરની કોર્ટમાં હાજર થવા ફરમાન
ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે સહારાની જમીનમાં હેતુ ફેર કરવા અંગેના બદનક્ષીના આક્ષેપો કરનાર કોંગ્રેસના આગેવાનોને ગાંધીનગર કોર્ટના તેડા આવ્યા છે. કોંગ્રેસના આગેવાનો (1) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય (ર) સુખરામભાઈ રાઠવા (3) શૈલેષભાઈ પરમાર (4) સી.જે.ચાવડા વિગેરે આરોપીઓને કોર્ટમા હાજર રહેવા આદેશ ફરમાવીને ગાંધીનગર કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યુ કરાયા છે.
અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાશ્રીના કાર્યાલયમાંથી સહારા કપંનીની જમીનમાં ઝોન ફેર કરીને રૂપીયા પ00 કરોડથી વધુ રકમનું નાણાકીય કોભાંડ આચરાયેલના ખોટા આક્ષેપો સાથે પે્રસના માઘ્યમથી જાહેરાત કરનાર કોગે્રસના આગેવાનો સામે ગાંધીનગરની કોર્ટમાં આરોપીઓ સામે બદનક્ષી અંગેની ફરીયાદ કરેલ હતી. વિશેષ એવી હકીકત છે કે, કોંગ્રેસના આગેવાનોએ અખબારોમાં જે આક્ષેપો કરેલ હતા કે, તેના જવાબમાં કોર્ટ સમક્ષ કરેલ બદનક્ષીની ફોજદારી કાર્યવાહી કરવાની અરજીમાં (1) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય (ર) સુખરામભાઈ રાઠવા (3) શૈલેષભાઈ પરમાર (4) સી.જે.ચાવડા વિ. સામે બદનક્ષીની ફરીયાદની ફરીયાદ દાખલ કરતા જણાવેલ હતું કે, ફરીયાદી અગાઉ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી તરીકે તથા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ તરીકે ઘણા વર્ષો સેવા આપેલ છે તથા હાલ રાજકોટ-69 નાં ધારાસભ્ય તરીકે સેવા આપી રહયા છે. ફરીયાદી ભારતીય જનતા પાર્ટીના રાજકીય અગ્રણી છે. ફરીયાદી સમગ્ર ગુજરાત રાજયમાં એક આબરૂદાર, પ્રતિષ્ઠીત વ્યકિત છે, સમગ્ર ગુજરાત રાજયમાં ફરીયાદી એક નિષ્ઠાવાન અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે તથા જાહેર જીવનમાં આબરૂદાર છાપ ધરાવે છે. ફરીયાદી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી તરીકેની ફરજ બજાવતા હતા તે સમય દરમ્યાન ફરીયાદીએ કયારેય કોઈ નીયમ અને કાયદા વિરૂઘ્ધનું કાર્ય કરેલ નથી કે આવુ કૃત્ય કોઈ વ્યકિતને કરવા દિધેલ નથી જેથી ફરીયાદી સિઘ્ધાંતવાદી અને નીષ્ઠાવાન વ્યકિત તરીકે સમાજમાં તથા ગુજરાત રાજયના લોકોમાં ખુબ મોટી લોકચાહના ધરાવે છે.
- Advertisement -
ફરીયાદીના અનેક દાયકાઓના જાહેર જીવન દરમ્યાન તેમની વિરૂઘ્ધ આજ સુધી એકપણ આક્ષેપ લાગ્યો નથી. ગુજરાત તથા સમગ્ર વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓ માટે પોતાનું જીવન સમાજ સેવામા તથા દેશ સેવામાં સમર્પિત કરી, ખુદની એક સ્વચ્છ અને સાફ છબી ઉભી કરેલ છે. આમ છતા કોંગ્રેસના આગેવાનો એકબીજા સાથે મીલાપીપણું કરી, ગુનાહીત કાવત્રુ રચી ગેરકાયદેસર રીતે દેશ-વિદેશમાં ફરીયાદીની આબરૂ તથા પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડી સમાજમાં વર્ષોથી રહેલ આબરૂ તથા પ્રતિષ્ઠાને ઈરાદા પુર્વક નુકશાન પહોચાડવાના ઈરાદે ગેરકાયદેસરના કત્યો કરેલ છે. જેના હીસાબે રાજકીય કારકીર્દી ક્ષેત્ર, સામાજીક ક્ષેત્રે ફરીયાદીની પ્રસ્થાપિત થયેલ પ્રતિષ્ઠા અને આબરૂને નાણામાં ન આંકી શકાય તેટલું નુકશાન થયેલ છે.
ફરીયાદીએ કરેલ બદનક્ષીની ફરીયાદના સમર્થનમાં સાહેદોના નીવેદનો તથા દસ્તાવેજી પુરાવાઓ તથા વિવિધ વડી અદાલતોના ચુકાદાઓ રજુ રાખેલ હતા તેમજ બદનક્ષી અંગેની ફરીયાદ અંગે મૌખિક તથા લેખિત દલીલો રજુ કરી આરોપીઓએ જાણી જોઈને ફરીયાદીની આબરૂ પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય તેવી દલીલો કરતા કોર્ટે આરોપીઓ સામે ફોજદારી કેસ દાખલ કરી આઈ.પી.સી.કલમ પ00, 114 અન્વયેના ગુનાની ઈન્સાફી કાર્યવાહી ચલાવવા માટે આરોપીઓ સામે સમન્સ ઈશ્યુ કરી તેઓને કોર્ટમા હાજર રહેવા હુકમ ફરમાવેલ હતો.
આ કામમાં ફરીયાદ પક્ષે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ, અમૃતા ભારદ્વાજ તેમજ ગાંધીનગરનાં એડવોકેટ અલ્પેશભાઈ ભટ્ટ રોકાયેલ હતા.

ઍડવોકેટ અંશ ભારદ્વાજ
- Advertisement -
રૂપાણીએ કોંગ્રેસના નેતાઓ સામે કરેલી બદનક્ષીની અરજી ગાંધીનગર કોર્ટે સ્વીકારી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસના નેતાઓ સામે કરેલી બદનક્ષીની અરજી ગાંધીનગર કોર્ટે સ્વીકારી રાખી છે. તેમજ કોર્ટે ફોજદારી કાર્યવાહીની મંજૂરી આપી. આ ઉપરાંત ચારેય આરોપીઓને હાજર થવા નોટિસ પણ આપી છે.
નોંધનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજમાં ભાજપ નેતાઓએ રૂપિયા 500 કરોડનો કથિત ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો. આ મુદ્દે વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપ લગાવીને બદનામ કરવાનું આ રાજકીય કાવતરૂ છે. કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યાં છે. મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ કોંગ્રેસની ચાલ છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદ કરીને આણંદપરની જમીનમાં 500 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લગાવ્યો હતો.


