આર્થિકભીંસ કારણભૂત હોવાની શંકા : મૃતક યતીનભાઈ સૂચક ગુંદાવાડી મેઈન રોડ પર મેડિકલ સ્ટોર ધરાવે છે, તેમના ભાઈ વિપુલભાઈને બેડી માર્કેટિંગ યાર્ડમાં પેઢી છે : શટર બંધ કરીને કપાસમાં છાંટવાની દવા ગટગટાવી લેતાં ઘટનાસ્થળે જ મોત.
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટ બેડી યાર્ડમાં આજે બપોરના અરસામાં સુખી સપ્પન પરિવારના બે સગાભાઈઓ એ ઝેર પી આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે.પ્રાથમિક તપાસ કરતા આર્થિક સંકડામણ હોવાનું કારણ બહાર આવી રહ્યું છે.પરિવારજનો ના આ મામલે જણાવ્યા પ્રમાણે પરિવારમાં પૈસાને લઈને કોઈ પ્રકારની ચિંતા નહોતી. હવે આ બંને ભાઈઓએ શા માટે અંતિમ પગલું ઉઠાવ્યું છે. તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો છે.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે, ગુંદાવાડી મેઈન રોડ પર જલારામ મેડિકલ સ્ટોર ધરાવતા યતીનભાઈ કિશોરભાઈ સૂચક અને બેડી માર્કેટિંગ યાર્ડમાં 243 નંબરની પેઢી ધરાવતા વિપુલભાઈ સૂચક એ આજે બપોરના સમયે એકાદ વાગ્યે કપાસમાં નાખવાની મોનાકોટા નામની ઝેરી દવા પી લેતા સ્થળ પરજ બંનેનું પ્રાણ પખેરું ઉડી ગયાનું જાણવા મળ્યું છે.બંને ભાઈઓએ શટર બંધ કરીને વિષપાન કરી લીધાનું જણાવ્યું હતું.


