એ-ડીવીઝન, ટ્રાફીક પોલીસ અને વિસાવદર પોલીસ સ્ટેશનનાં વાહનની હરાજી થઇ
જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના એ ડિવિઝન ખાતેના ટુ વ્હીલર 73, ઓટો રીક્ષા 15 કુલ 88 વાહનો, વિસાવદર પોલીસ સ્ટેશનના ટુ વ્હીલર 82 તથા ટ્રાફિક શાખાં ના ટુ વ્હીલર 98, થ્રી વ્હીલર 34, ફોરવ્હીલ 01 કુલ 133 વાહનો મળી, એ ડિવિઝન, વિસાવદર તથા ટ્રાફિક શાખા ખાતે કબજે કરવામાં આવેલ કુલ 303 વાહનો બાબતે માલિકો દ્વારા પોતાના વાહનો છોડાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ના હોય તેવા વાહનોના હરાજીના હુકમો મેળવી, તમામ કાર્યવાહી પૂર્ણ કરી આજરોજ હરાજી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જે જાહેર હરાજી દરમિયાન એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના 88 વાહનોની હરરાજી કરવામાં આવતા સૌથી વધુ બોલી બોલનાર વેપારી દ્વારા રૂ. 3,61,000/- બોલવામાં આવતા 18 ટકા જીએસટી મળી, કુલ આશરે રૂ. 4,25,980/- જેટલી રકમ સરકારમા જમા થશે. વિસાવદર પોલીસ સ્ટેશન ખાતેના 82 વાહનોની હરરાજી કરવામાં આવતા સૌથી વધુ બોલી વેપારી દ્વારા રૂ. 2,61,000/- બોલવામાં આવતા 18ટકા જીએસટી મળી, કુલ આશરે રૂ. 3,07,980/- જેટલી રકમ સરકારમા જમા થશે. ટ્રાફિક શાખા ખાતેના 133 વાહનોની હરાજી કરવામાં આવતા સૌથી વધુ બોલી વેપારી દ્વારા રૂ. 6,25,000/- બોલવામાં આવતા 18 ટકા જીએસટી મળી, કુલ આશરે રૂ. 7,03,980/- જેટલી રકમ સરકારમા જમા થશે. જૂ નાગઢ પોલીસ દ્વારા એ ડિવિઝન, વિસાવદર પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક શાખાના કુલ આશરે 303 વાહનોની જાહેર હરાજી યોજી, કુલ આશરે રૂ. 15 લાખ જેટલી કિંમત ઉપજેલ છે.