ગરીબ કલ્યાણ મેળામાં હાઉસીંગ, મુદ્રા, એજ્યુકેશન, સુક્ધયા સમૃદ્ધિ અને પેન્શનર સહિતના 4000થી વધુ લાભાર્થીઓને લાભ અપાશે
આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજના હેઠળ બેન્ક દ્વારા આપવામાં આવતી લોન તેમજ અન્ય સહાયના લાભાર્થીઓ અંગે કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. મેળામાં વધુને વધુ લાભાર્થીઓને સરકારી યોજનાકીય લાભ મળે તે માટે લીડ બેન્ક હેઠળ તમામ બેન્કોને કામગીરી કરવા કલેકટરે અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નરેગા સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓને બેન્કમાં સરળતાથી તેમને લાભ મળી રહે તે માટે ખાસ અનુરોધ કરાયો હતો.
ગરીબ કલ્યાણ મેળામાં હાઉસીંગ, મુદ્રા, એજ્યુકેશન, સુક્ધયા સમૃદ્ધિ, પેન્શનર સહિતના 4000થી વધુ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.ગત તા. 17 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેલ મહાકુંભ કર્ટેન રેઈઝર પ્રોગ્રામ બાદ તા. 18મી ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં ખેલાડીઓ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં 36993 પુરુષ તેમજ મહિલા કેટેગરીમાં 27766 સહિત કુલ 64749 ખેલાડીઓનું અને રાજકોટ જિલ્લામાં 59095 પુરુષો અને 41,983 મહિલાઓ સહિત કુલ 101078 રજિસ્ટ્રેશન સહિત કુલ 1,65,837 ખેલાડીઓનું રજિસ્ટે્રશન થયાનું જિલ્લા સિનિયર કોચ રમા મદ્રાએ જણાવ્યુ છે.કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં આયુષ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આયુષ્માન ભારત (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના) લાભાર્થી ઓની કલેકટર દ્વારા સમીક્ષા કરાઈ હતી, તેમજ ખાનગી હોસ્પિટલો વિરૂદ્ધ ફરિયાદોની રજૂઆત અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કોવિડ તેમજ અન્ય બીમારી સબબ દર્દીઓને મદદરૂપ બનવા ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિઓને આ તકે કલેકટર દ્વારા ખાસ અનુરોધ કરાયો હતો.


