કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આ મુજબનો જવાબ અપાયો હતો,
4 રાજ્ય દ્વારા મોબ લીન્ચિંગ વિરુદ્ધ ખરડા પસાર થઈ ચુક્યા
ખાસ-ખબર સંવાદદાતા
દેશભરમાં કેટલાય સ્થળો પર મોબ લીન્ચિંગ ઘટનાઓ બની હતી અને ત્યારબાદ ચાર રાજ્યો દ્વારા મોબ લીન્ચિંગ વિરુદ્ધ ખરડા પસાર કરવામાં આવી ચુક્યા છે અને બે વર્ષ પહેલા આ પ્રક્રિયા થઈ ગઈ છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. પરિણામે તેનો અમલ હજુ પણ થઇ શકતો નથી.
2019માં કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આ બાબતમાં એવો જવાબ સંસદમાં આપવામાં આવ્યો હતો કે આઈપીસી હેઠળ મોબ લીન્ચિંગને અપરાધ ગણવામાં આવ્યો નથી અને તેને અપરાધ તરીકે હજુ પરિભાષિત કરવામાં આવેલ નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કોઈ ચોખવટ કરવામાં આવતી નથી ત્યારે મોબ લીન્ચિંગ વિરુદ્ધ પસાર કરવામાં આવેલા કાયદાઓનો અમલ થઈ શકતો નથી તેવી વેદના ચાર રાજ્યો રાજસ્થાન પશ્ચિમ બંગાળ મણિપુર અને ઝારખંડ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
- Advertisement -
એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ ચારેય રાજ્યના ગવર્નર દ્વારા પણ હજુ સુધી આ બારામાં ખરડા અંગે કોઈ ચોખવટ કરવામાં આવી નથી કે કોઈ મંજૂરી અપાઇ નથી અને એ જ રીતે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા પણ આ બાબતે હજુ સુધી કોઈ ચોખવટ કે સુધારા વધારા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી.
જોકે અત્યારે દેશમાં મોબ લીન્ચિંગ ની ઘટનાઓ અટકેલી છે પરંતુ થોડા સમય પહેલા આવી ઘટનાઓ અલગ-અલગ રાજ્યોમાં બની હતી અને ત્યારબાદ ઉપરોક્ત ચાર રાજ્યો દ્વારા વિધાનસભા ગૃહમાં ખરડો પસાર કરી દેવામાં આવ્યા હતા પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી તેનો કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી કે જ્યારે રાજ્યના ગવર્નર દ્વારા પણ કોઈ ચોખવટ કરવામાં આવતી નથી પરિણામે તેનો અમલ થઈ શકતો નથી.