મહાશિવરાત્રિનાં મેળાની બે દિવસમાં જાહેરાત
એક અંદાજ મુજબ મેળાના કારણે રૂપિયા 50 કરોડથી વધુની આવક થતી હોય છે
મેળામાંથી વર્ષભરની કમાણી કરતાં હોય છે: સૌરાષ્ટ્રભરમાંથી આવે છે પાથરણા, રિક્ષાચાલકો
ધોરાજી, જેતપુર, કેશોદ, વંથલી સહિતના નજીકનાં શહેરમાંથી રિક્ષાચાલકો પહોંચી જાય
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં યોજાતા શિવરાત્રિનો મેળો અને પરિક્રમામાંથી સૌરાષ્ટ્રભરના નાના-મોટા વેપારીઓ વર્ષભરની કમાણી કરતાં હોય છે પરંતુ બે વર્ષથી કોરોના મહામારીના કારણે નાના વેપારીઓને ફટકો પડ્યો છે ત્યારે ચાલુ વર્ષે પણ મેળાને લઈ હજુ નિર્ણય આવ્યો નથી. બે દિવસમાં મેળાને લઈ જાહેરાત સરકાર કરશે. ચાલુ વર્ષે કોરોનાની ગાઈડલાઈન મુજબ મેળો થવાની શક્યતા છે પરંતુ હજુ સુધી સરકારે કોઈ જાહેરાત કરી નથી. જૂનાગઢના ભવનાથમાં યોજાતો શિવરાત્રિનો મેળો ભક્તિની સાથે આર્થિક મહત્ત્વ પણ ધરાવે છે. પાંચ દિવસ ચાલતા મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી ધંધાર્થીઓ આવે છે. પાથરણાવાળા, ખાણી-પીણી, રિક્ષા, ખાનગી ટ્રાવેલ્સ સહિતના ધંધાર્થીઓ આવતા હોય છે. આ લોકો વર્ષભરની કમાણી કરતાં હોય છે પરંતુ મેળાના કારણે તેમને આર્થિક બુસ્ટર ડોઝ મળી રહે છે. એક અંદાજ મુજબ મેળાના કારણે રૂપિયા 50 કરોડથી વધુની આવક થતી હોય છે. જૂનાગઢ ઉપરાંત ધોરાજી, જેતપુર, કેશોદ, વંથલી અને શહેરની નજીકના વિસ્તારમાંથી ધંધાર્થીઓ આવતા હોય છે. શિવરાત્રિનો મેળો સૌરાષ્ટ્રભર માટે આર્થિક મહત્ત્વ ધરાવે છે. બે વર્ષથી મેળો ન થતાં વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે. ચાલુ વર્ષે આવા વેપારીઓ મેળાની રાહ જોઈ બેઠા છે. જો કે મેળાને લઈ ટૂંક સમયમાં નિર્ણય થશે.
ભાજપનું પ્રતિનિધિ મંડળ CMને મળ્યું
- Advertisement -
શિવરાત્રિનાં મેળાને લઈને ભાજપનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળ્યું હતું અને મેળો યોજવા રજૂઆત કરી હતી. આ તકે મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશ કોટેચા, શહેર પ્રમુખ પુનિત શર્મા, હરેશ પરસાણા, મોહન પરમાર હાજર રહ્યા હતા.