ખાસ-ખબર સંવાદદાતા
નલિયા,ભૂજ, અમરેલી, ઓખા સહિતના રાજ્યના અનેક શહેરોમાં ગઈકાલ જેટલું જ તાપમાન રહેવા પામ્યું છે. જે શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થયો છે તે પણ અત્યંત સામાન્ય છે પરંતુ ઉત્તર દિશામાંથી ફુંકાઈ રહેલા ઠંડા પવનના કારણે સવારે ઠંડક અનુભવાય છે. રાજકોટમાં ગઇકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાન એક ડિગ્રી જેટલું ઉંચકાયું હોવા છતાં પવનની ગતિમાં થયેલા વધારાના કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજકોટમાં આજે પ્રતિ કલાકના 11 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. પોરબંદરમાં બે ડિગ્રીના વધારા સાથે આજે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહ્યું છે. વેરાવળમાં પણ બે ડિગ્રીનો વધારો થયો છે.