સૂર મૂરઝાયા સ્વર રૂંધાયા તાલ થીજ્યા
બે દિવસનો રાષ્ટ્રીય શોક લતાજીનાં સાંજે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર, વડાપ્રધાન મોદી મુંબઈ જશે
ભારત રત્ન લતા મંગેશકર કોવિડથી સંક્રમિત થયા બાદ 8 જાન્યુઆરીથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા અને આજે દુનિયાને અલવિદા કહી દીધું. ભારતે તેનો સૌથી અમૂલ્ય રત્ન ગુમાવ્યો. આજે સુર સમ્રાજ્ઞી લતા મંગેશકર કોરોના સામેની લડાઈ હારી ગયાં હતા. લતાજીના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન ત્રિરંગો અડધો ઝુકેલો રહેશે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શિવાજી પાર્કમાં રાખવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લતા મંગેશકરને અંજલિ આપવા માટે મુંબઈ પહોંચશે.
હૃદયાંજલિ
– નરેશ શાહ
– નરેશ શાહ
મે2ી આવાઝ હી પહેચાન હૈ…
ગર યાદ રહે
- Advertisement -
ઘ2ેણાંઓનો મને વિશેષ શોખ નથી. પણ હા, હિ2ા મને બહુ ગમે છે. મોટા ભાગે મેં હિ2ાની જ વિંટી, પેન્ડન્ટ અને બંગડીઓ પહે2ી છે. મને યાદ છે કે સૌથી પહેલાં મેં 1948માં હિ2ાની વિંટી બનાવડાવી હતી અને વ2સો સુધી એ પહે2તી હતી. આજે પણ એ મા2ી પાસે છે. એ વખતે એ વિંટીની ઘડામણ સાતસો રૂપિયા થઈ હતી. મેં જયા2ે પણ કાનની બુટ્ટી કે બંગડી બનાવડાવી તો એ માત્ર હિ2ાની જ હોય. મને સોનાની બંગડી પસંદ નથી. જો કે પગમાં હું કાયમ સોનાના ઝાંઝ2ા જ પહે2ું છું. તેનો પણ એક મજેદા2 કિસ્સો છે. ચાંદીના ઝાંઝ2 પહે2વા મને ગમતા નહીં છતાં હું શરૂઆતમાં એ પહે2તી. સોનાની ઝાંઝ2ી માટે મેં માને વ2સો સુધી મનાવ્યાં હતા. એ પછી તેઓ સહમત થયા હતા કે હું સોનાની ઝાંઝ2ી (પાયલ) પહે2ું. માનો તર્ક હતો કે આ (પગમાં સોનાની પાયલ પહે2વાનો) િ2વાજ કે પ્રથા માત્ર 2ાજા-મહા2ાજાઓના ઘ2ાનામાં હોય છે… એક્વા2 હું 2ેર્કોડીંગમાં બેસીને ગાઈ 2હી હતી તો 2ાજકપૂ2 સાહેબે મા2ા પગમાં સોનાની પાયલ જોઈ. તેઓ થોડા ના2ાજ થઈ જઈને બોલ્યાં પણ ખ2ાં કે, લતા, કમ2ની નીચે સોનુંપહે2વાને ઉચિત માનવામાં નથી આવતું… સોનું સમૃદ્ઘિનું સૂચક છે અને તમે એને પગમાં પહેર્યું છે.
લતાતાઈએ પછી 2ાજકપૂ2ને જણાવ્યું કે, પંડિત ન2ેન્ શર્મા (સત્યમ શિવમ સુન્દ2મ્ના ગીતકા2) એ મને ચાંદી પહે2વાની ના પાડી છે એટલે હું સોનાની ઝાંઝ2ી પહે2ું છું. હું એ ઉતા2વાની નથી.
બાણું વ2સે લતા મંગેશક2 હોસ્પિટલાઈઝ થયા ત્યાં સુધી તેમણે પગમાં સોનાની પાયલ જ પહેર્યા હતા, એ જાણીને તાજ્જુબ થયું હોય તો ટેમ્પ22ી એ ઠા2ીને એક બીજો પ્રસંગ પહેલાં જાણી લો. એક સાંજે સંગીતકા2 કલ્યાણજી-આણંદજીભાઈ પૈકીના કલ્યાણજીભાઈના ઘે2 દિલીપકુમા2, લતાજી સહીતના ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના મહા2થી જમવા માટે ભેગા થયા હતા. ટીપોય ઉપ2 પાન-સોપા2ીની પ્લેટ પણ સજાવીને 2ાખવામાં આવી હતી. જમ્યાં પછી સહજતાપૂર્વક લતાજીએ એ પ્લેટમાંથી એક પાન લઈને દિલીપકુમા2 ત2ફ ધર્યું પણ એ ચેષ્ટા સાથે જ પ્રસન્નચિત્ત દિલીપકુમા2ના ચહે2ાના 2ંગ બદલાઈ ગયા. તેમણે અધિકા2ભાવથી ના2ાજ સ્વ2માં લતાજીને કહ્યું કે, લતા, આ યોગ્ય ન કહેવાય. શ2ીફ ખાનદાનની ભલી યુવતીઓ આ 2ીતે કોઈને પાન પેશ ક2તી નથી. આજ પછી ક્યા2ેય આવું ક2શો નહીં. આપ મે2ી છોટીબહન હૈ, ઈસ અધિકા2 સે આપકો યે કહ દીયા.
- Advertisement -
આપ યકીન માનીએ લતાજી કહે છે, મને તેમની (દિલીપકુમા2ની) વાતનું 2તિભા2 દુ:ખ થયું નહોતું બલ્કે ખુશી થઈ હતી કે, ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ મા2ો એવો મોટો ભાઈ પણ છે, જે મા2ી ગિ2માનો ખ્યાલ 2ાખીને મને ભ2ી મહેફિલમાં સાચી વાત શીખવાડી 2હ્યો છે.
લાંબી પિષ્ટપિંજણ ક2તાં પહેલાં એ પૂછવું છે કે, અમિતાભ-જયા બચ્ચનવાળી અભિમાન જોતી વખતે ક્યા2ેક એવું લાગ્યું છે કે પ2દા પ2 જયા બચ્ચન જાણે લતા મંગેશક2ને જીવી 2હ્યાં છે ? લાગ્યું છે એવું તમને ?
આ સાચી વાત છે કે જયા બચ્ચનજીએ મને જોઈને જ અભિમાન ફિલ્મનું પાત્ર નિભાવ્યું હતું લતા મંગેશક2 કહે છે, શરૂઆતમાં મને બહુ અજીબ લાગેલું કે અભિમાન ના ગીતના 2ેકોર્ડીગ વખતે જયાજી આવતાં. એ મા2ી સામે જ બેસી જતાં. તે મને ધા2ી-ધા2ીને જોયા ક2તાં, અને એ મને બહુ અટપટું લાગતું હતું. મને એ જ સમજાતું નહોતું કે જયાજી 2ેકોર્ડીંગ સાંભળવા કેમ આવે છે અને મને જ કેમ ની2ખ્યા ક2ે છે… પછીથી મને ખબ2 પડી કે ફિલ્મના નિર્દેશક ૠષિકેશ મુખ2જીએ જયાને 2ેકોર્ડીંગમાં આવવાનું કહેલું. ગાતી વખતે લતા શું શું ક2ે છે, કેવી 2ીતે ગાઈ છે, કેવી 2ીતે ઉભી 2હે છે, એ બધું જોઈને તું તા2ા પાત્ર ભજવજે, એવું ૠષિદાએ જયાને કહેલું… અને એટલે જ ફિલમના બન્ને ગીતમાં જયાજી મા2ી જેમ જેવો જ પહે2વેશ પહે2ીને માઈકની સામે મા2ી જેમ જ ઉભા 2હીને ગાઈ છે.
36 ભા2તીય ભાષા અને ડચ, રૂસી, ફિજીયન, સ્વાહિલી તેમજ અંગે્રજી જેવી વિદેશી ભાષામાં પણ ગાઈ ચૂકેલાં લતા મંગેશક2 વિષે બે અભિપ્રાય જ આપણને મળે. એક, ભ્રમિત ઓપિનિયન : લતા મંગેશક2 બા2ામાં અમે લગભગ બધું જાણીએ જ છીએ. બીજી દલીલ કલાભાવકને છાજે એવી થાય : લતાદીદીના મંદ મંદ વહેતાં ઝ2ણાંના 2વ જેવો સ્વ2 અને દિલને શુકૂન દેતાં ગીતો જ અલ્ટિમેટ છે, સ્થૂળ માહિતી નહીં.
અત્યંત પ્રિય કલાકા2 માટે આવી ફિલીંગ થવી સહજ છે કા2ણ કે એ કલાકા2ની કલા સેંકડો વા2 આપણા દિલને સ્પર્શીને મનો2ંજન ક2ી ચૂકી હોય છે પણ લતાદીદીની વાત યુધિષ્ઠિ2ના 2થની જેમ, વેંત ઊંચી અને વેગળી છે. પોતાના હજા2ો ગીત થકી આપણા આ ભા2ત2ત્ન કોહિનુ2ની જેમ હૈયામાં જડાઈ ગયા છે પણ સેંકડો ગીતો થકી અજવાશ (નૈનો મેં બદ2ા છાઐં), ટાઢક (એ 2ી પવન ઢુંઢે કીસે તે2ા મન) દિલાસો (મે2ે નૈનાં સાવનભાદો), આધ્યાત્મિક્તા (જયોતિ કલશ છલકે), દેશપ્રેમ (એ મે2ે વતન કે લોગોં) પીડા (લગ જા ગલે કે ફી2 યે હસીન) દુલા2 (ધી2ે સે આજા 2ે અખિયન મેં), જુદાઈ (તુમ ન જાને કીસ જહાંમેં ખો ગએ), ફિલસૂફી (હમને દૈખી હૈ ઉન આંખો કી મહેંક્તી ખુશ્બુ), સ્મ2ણ (જ2ા સી આહટ હોતી હૈ તો દિલ સોચતા હૈ), ખુશાલી (2હે ના 2હે હમ, મહેંકા ક2ેંગે), બેવફાઈ (ગે2ોં પે ક2મ, આપનોં પે સિતમ), ઊમંગ (આજ ફી2 જીને કી તમન્ના હૈ) જેવી તમામ માનવીય સંવેદનાઓ અને ભા2તીય તહેવા2-સંસ્કૃતિને સ્પર્શી જતાં અમ2 ગીતો થકી લતા મંગેશક2 આપણા ડીએનએનો એક હિસ્સો બની ચૂક્યાં છે. બાણું વ2સે જેમના સૂ2ો સંકેલાયા એ લતા મંગેશક2 માત્ર ગાયિકા નહોતાં, એ પ્રત્યેક ભા2તીયના જીવનનો એક મુલાયમ અંશ બનીને ભળી ગયેલું સૂ2ોનું સામ્રાજ્ય હતું. લતા મંગેશક2ના ગીતો ન સાંભળ્યા હોય તેવો ટીનએજથી મોટો ભા2તીય કદાચ, એશિયન મળવો મુશ્કેલ છે કા2ણકે લતાદીદીએ પંચોતે2 વ2સની ઉંમ2ે (2004માં) ગાયેલાં વી2ઝા2ાના ગીતો (ખાસ ક2ીને, તે2ે લીએ, હમ હૈ જીએ, હોઠોં કો સીએ) પણ ચાર્ટ બસ્ટ2 2હ્યાં હતા.
નેવું પ્લસ ઊંમ2ને કા2ણે લતાજી ઘણાં સમયથી બહુ બહા2 નીકળતા નહોતાં પણ જતાં ત્યા2ે, જે મર્સીડીઝ કા2 વાપ2તાં, એ તેમને વી2ઝા2ા ફિલ્મના ગીતોથી ખુશ થઈને યશ ચોપ2ાએ ભેટમાં આપેલી છે. 2ાજકપૂ2 અને યશ ચોપ2ા – બે એવા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક 2હ્યાં, જેમની તમામ ફિલ્મો લતા મંગેશક2ના ગીત વગ2 કદી કમ્પલીટ નહોતી થતી. મધુબાલા એકમાત્ર એવા અભિનેત્રી હતા, જેઓ નવી ફિલ્મ સાઈન ક2તી વખતે કોન્ટ્રાકટમાં જ એ શ2ત લખાવતાં કે તેમના પ2નું પાર્શ્ર્વગાયન માત્ર લતા મંગેશક2 જ ક2શે અને એમ જ થતું હતું. યશ2ાજ બેન2ના ટાઈટલમાં પણ લતાદીદીનો આલાપ જ આપણને સાંભળવા મળે છે તો 1963 પછી એકેય 26 મી જાન્યુઆ2ી કે 1પ મી ઓગસ્ટ એવી ગઈ નથી કે આપણા મહૌલ્લા, વિસ્તા2, ગામ કે શહે2માં એ મે2ે વતન કે લોગોં ગૂંજયું ન હોય.
જી, આ આપણું આદ2ણીય ભા2ત2ત્ન છે, જેણે લાગલગાટ સાત સાત દશકા સુધી યાદગા2 અને લાજવાબ ગીતો આપીને આપણો ય ભૂતકાળ અને વર્તમાન તાજગી ભર્યો બનાવ્યો છે. 28 સપ્ટેમ્બ2, 1929ના દિવસે જન્મેલાં લતા મંગેશક2 તે2 વ2સની ઉંમ2ે મ2ાઠી ફિલ્મમાં ગીત ગાય છે પણ એ ગીત એડિટીંગ ટેબલ પ2 કટ થઈ જાય છે. નેકસ્ટ ઈય2 અન્ય એક મ2ાઠી ફિલ્મમાં તેઓ હિન્દી ગાય છે. 194પમાં લતાદીદી મુંબઈ શિફટ થાય છે અને એ દશકનું પ્રથમ હિટ ગીત 1949માં આપણને મળે છે : આયેગા આનેવાલા, આયેગા (મહલ).
પચાસના દશકામાં ઉન કો યે શિકાયત હૈકી હમ કુછ નહીં કહેતેનો ખુમા2 ચઢે છે એ સાઈઠના દશકામાં ન તુમ બેવફા હો, ન હમ બેવફા હૈ થી વધુ ઘટ્ટ બને છે તો સિતે2ના દાયકામાં આજ સોચા તો આસું ભ2 આયે અને ઔ2 ચાબી ખો જાએ ને હજુ માણો ત્યાં એંસીમાં હમ બને તુમ બને, એક દૂજે કે લીએના તમે એડિકટ થઈ જાવ અને એ છેક 2004માં વી2ઝા2ા સુધી ચાલતું 2હે… તમને એમ જ લાગે કે લતાદીદીનું ગળું દૈવીય શક્તિનું સાક્ષ્ાાત સ્વરૂપ છે. સાઈઠ-સાઈઠ વ2સ સુધી કોઈ આવું સૂ2ીલું, મુલાયમ ગળું સાચવી જ કેમ શકે ? અને સાચવી શકે તો પણ કેમ એને ઉંમ2ની આમન્યા ન નડે
છોટા મુંહ, બડી બાત પણ કહેવાનું મન થાય છે કે લતાદીદીના ગીતો, એ આપણા પ2 તેમણે ક2ેલો ઉપકા2 છે
યતીન્ મિશ્રએ લતા : સુ2-ગાથા માટે સતત સાત વ2સ (2010 થી 2017) સુધી લતા મંગેશક2 સાથે રૂબરૂ-ફોન પ2 વાત ક2ી અને સવાલ-જવાબ સ્વરૂપે (પુસ્તકમાં પોણા ચા2સો પાનાઓમાં આ સવાલ-જવાબ છે ) તેને ગ્રંથસ્થ ર્ક્યા છે, તેમાંથી આપણને લતાજીની ફેવિ2ટ વાનગી (ઈન્દો2ના ગુલાબ જાંબુ અને દહીંવડા), અધૂ2ી 2હી ગયેલી ઈચ્છા (આખી ભગવદગીતાને ગાવાની ખ્વાહીશ), પાકિસ્તાન ન જવાનું કા2ણ (એ લોકો મને પાછી ન આવવા દે તો ), મેકઅપનો શોખ (લતાજી ચહે2ા પ2 પાઉડ2 લગાવવાના આગ્રહી છે ) જાણવા મળે છે. પાકિઝા જેવા અપવાદને બાદ ક2તાં મુજ2ા કે કલબ સોંગ કે ડબલ મિનિંગ ધ2ાવતાં કે તેવા સંકેત આપતાં ગીતો સુદ્ઘાં નહીં ગાના2ાં લતાદીદીની કિશો2કુમા2-મહેમુદની પડોશન ફિલ્મ ફેવિ2ટ હતી તો એવી જ યાદીમાં ત્રણ અદાકા2ોના નામ પણ આવે : મહેમુદ, દિલીપકુમા2 અને અમિતાભ બચ્ચન. પોતાને મા કહેતાં સચિન તેંડુલક2ને લતાજીએ મે2ા સાયા ફિલ્મનું પોતાનું ગીત સર્મપિત ર્ક્યું છે : તું જહાં જહાં ચલેગા, મે2ા સાયા સાથ હોગા
સચિન માટે હું આવી જ લાગણી અનુભવું છું એમ કહેતાં લતા મંગેશક2ને એક ગીત ગુલઝા2સાહેબે અર્પણ ર્ક્યું છે, જે આજસુધી આપણે લતા મંગેશક2ના જન્મ દિવસે ચેનલ પ2 બેકગ્રાઉન્ડમાં વાગતું સાંભળ્યું છે. આ ગીત ગુલઝા2સાહેબે લતાદીદીને ધ્યાનમાં 2ાખીને જ લખેલું : નામ ગુમ જાએગા, ચહે2ા યે બદલ જાએગા, મે2ી આવાઝ હી પહેચાન હૈ… ગર યાદ રહે