છેલ્લાં થોડાં સમયથી વાંચક મિત્રોના અલગ-અલગ બાબતોના વાસ્તુને લગતાં પ્રશ્ર્નો હતા, બધાં જ પ્રશ્ર્નોના જવાબ આપવા શક્ય ન હતા પરંતુ વારંવાર આવતા પ્રશ્ર્નોના જવાબ આજના લેખમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. બાકી રહી જતાં પ્રશ્ર્નોનો આવતાં શનિવારે સમાવેશ કરીશું.
સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ
– રાજેશ ભટ્ટ
પ્રશ્ર્ન 1: રાત્રે સુતી વખતે માથું કઈ દિશામાં રાખવું જોઈએ?
જવાબ: આ પ્રશ્ર્ન છેલ્લાં થોડાં વર્ષોમાં વારંવાર પૂછવામાં આવતો હોય છે કે માથું કઈ દિશામાં રાખીને સૂવું? માણસની સુવાની જગ્યા અને બેડની દિશાનો રોજિંદા જીવનમાં ખૂબ પ્રભાવ છે. સુવાના 6થી 8 કલાક દરમિયાન માણસ બધો થાક ઉતારી આગલા દિવસ માટે રિચાર્જ થઈ જાય છે. સુતી વખતે આપનું માથું પૂર્વ દિશા અથવા દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ, પરંતુ એટલું યાદ રાખવું કે આપના બેડની પાછળ દીવાલ હોય તથા આપના બેડની એકદમ સામે મીરર (અરિસો) ના હોવો જોઈએ.
- Advertisement -
પ્રશ્ર્ન 2: મેં એક ફેકટરી માટે જમીન ખરીદ કરેલ છે પરંતુ પ્લોટની જમીનનું લેવલ રોડના લેવલથી અંદાજે 1 મીટર નીચું છે તથા પ્લોટની અંદર જમીનનો ભાગ એકસરખો નથી, જમીનના ઢાળ વિશે માહિતી આપશો.
જવાબ: રોડ લેવલથી નીચેની જમીન હોય ત્યારે ખાસ જમીનમાં ભરતી ભરી તેનું લેવલ ઊંચું કરવું, ભરતીમાં જૂનો કાટમાળનો ઉપયોગ ન કરવો પરંતુ નવી મોરમ ભરવી. પ્લોટમાં દક્ષિણ-પશ્ર્ચિમ દિશામાં સૌથી વધારે ઊંચાઈ હોવી જોઈએ. જમીનનો ઢાળ ઈશાન ખૂણા તરફ રાખવો.
પ્રશ્ર્ન 3: મેં એક ઉત્તર અને પૂર્વ દિશા તરફ રોડ મળે છે તેવો પ્લોટ ખરીદેલ છે, તેની સારી ઊર્જાનો લાભ મને ક્યારે મળી શકે?
જવાબ: કોઈ પણ ઓપન લેન્ડને બાઉન્ડ્રી વોલ બનાવીએ એટલે તેની અસર વધુ સારી રીતે મળી શકે. આપ સૌ પ્રથમ પ્લોટને ચારેય તરફથી બાઉન્ડ્રી વોલ બનાવી પૂર્વ કે ઉત્તર દિશાના સાચા પદમાં પ્રવેશદ્વાર બનાવશો તો પ્લોટની ઊર્જાના લાભ મળવાના શરૂ થઈ જશે.
પ્રશ્ર્ન 4: મારે ફાર્મ હાઉસમાં ગૌશાળા બનાવવી છે તો કઈ જગ્યાએ બનાવવી?
જવાબ: હાલમાં ફાર્મ હાઉસ, ફેકટરીમાં ગાયો રાખવાનું ચલણ વધી રહ્યું છે. વાસ્તુ પ્રમાણે ગૌશાળા બનાવવાનો શ્રેષ્ઠ કોણ વાયવ્ય ખૂણો (ગજ્ઞિવિં-ઠયતિ)ં છે. તો કોઈ પણ ફેકટરી કે ફાર્મ હાઉસ અથવા વિશાળ બંગલામાં વાયવ્ય ખૂણામાં ગૌશાળા બનાવવી.
- Advertisement -
પ્રશ્ર્ન 5: મારા નવા ઘરમાં મારે ટૂંક સમયમાં રહેવા જવાનું છે. તો વાસ્તુ હવન (હોમ) જ કરાવી રહેવા જવું કે અન્ય પૂજા કરાવી શકાય?
જવાબ: કોઈ પણ નવા ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં વાસ્તુ હોમ (હવન) કરાવવો જ જોઈએ. બિલ્ડિંગના નિર્માણથી લઈ ગૃહપ્રવેશ સુધીની પ્રક્રિયામાં થયેલ ક્ષતિઓના દોષ નિવારણ માટે કોઈ સારા વિદ્વાન બ્રાહ્મણો પાસે વાસ્તુ હોમ કરાવવો. આપણી વૈદિક પરંપરામાં અગ્નિનું સવિશેષ મહત્ત્વ છે, જે બધી નકારાત્મક ઊર્જાને દૂર કરી દે છે. આજકાલ લોકો સમયના અભાવે નવા ઘરમાં પ્રવેશ વખતે હોમ-હવનથી કલર બગડી જશે તેમ માની અન્ય પૂજા-પાઠ કરાવી કામ ચલાવી લેતાં હોય છે પરંતુ જો પેટમા દુ:ખતું હોય તો પેટના દુ:ખાવાની દવા લેવી પડે, માથાના દુ:ખાવાની દવા ના ચાલે તેમ નવા ઘર માટે વાસ્તુ હોમ જ શ્રેષ્ઠ રહેશે.
પ્રશ્ર્ન 6: હું એક બંગલો બનાવી રહ્યો છું, મારે તેની અંદર બેઝમેન્ટ બનાવવું છે, સલાહ આપશો.
જવાબ: આગળ સમજાવ્યું તેમ રોડ લેવલથી નીચેનું બાંધકામ શક્ય તેટલું ટાળવું. જો બેઝમેન્ટ બનાવવું જ પડે તો ઈશાન, પૂર્વ અને ઉત્તર દિશામાં જ બનાવવું. બેઝમેન્ટના ઈશાન ખૂણાનું ફ્લોરિંગ લેવલ સૌથી નીચું રહે તેનું ધ્યાન રાખવું. બેઝમેન્ટમાં કોમર્શિયલ એક્ટિવિટી ટાળવી.
પ્રશ્ર્ન 7: મારો સ્વભાવ ઘણો ધાર્મિક છે તથા મારે પૂજા-પાઠમાં રોજ એક કલાક જેટલો સમય જોઈએ છીએ. મારે એક નવું મંદિર ઘરમાં રાખવું છે તો ક્યુ મટિરિયલ વાપરવું?
જવાબ: આપને જાણ છે તેમ મંદિર ઈશાન ખૂણામાં રાખવું. પૂજા કરતી વખતે આપનું મુખ પૂર્વ દિશા તરફ અને ભગવાનનું મુખ પશ્ર્ચિમ દિશામાં રહે તે રીતે મંદિર ગોઠવવું. આપ મંદિર સફેદ માર્બલનું બનાવી શકો છે. સવન અથવા સાગના લાકડાંનો પણ ઉપયોગ કરી શકાય. મંદિરમાં શક્ય તેટલી નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો અને ખાસ મંદિર નીચે ઓટો ન બનાવવો. ઘણા લોકો ભગવાનનું સ્થાન ઉપર કરવા ઈશાન ખૂણામાં ઓટો બનાવી તેના પર મંદિરની સ્થાપના કરે છે જે યોગ્ય નથી. ઈશાન ખૂણાનું ફ્લોરીંગ લેવલ સૌથી નીચું જ હોવું જોઈએ.