DRDO માટે આજે ગૌરવની ઘડી : ચીનના પેટમાં રેડાયું તેલ
આજરોજ ઓડિશાના બાલાસોર સ્થિત દરિયાકિનારે ભારત સરકાર અને રશિયાના સંયુક્ત સાહસના ઉપક્રમે અત્યાધુનિક સુપર સોનિક બ્રમ્હોસ મિસાઈલનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
ભારતની આ અદ્યતન બ્રમ્હોસ મિસાઈલના સફળ પરીક્ષણથી ચીનના પેટમાં હવે તેલ રેડાશે એ સ્વાભાવિક વાત છે. બ્રહ્મોસ એક શક્તિશાળી આક્રમક મિસાઈલ હથિયાર પ્રણાલી છે જેને સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવી ચુકી છે.
- Advertisement -
સુપરસોનિક બ્રમ્હોસ ક્રૂઝ મિસાઈલ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે. ભારતના DRDO અને રશિયાનું NPOM નું આ દળ બ્રમ્હોસ મિસાઇલના વિકાસ, ઉત્પાદન અને માર્કેટિંગ માટે સંયુક્ત રીતે કામ કરે છે.
મિસાઇલ ખરીદવા માટે બીજા દેશો પણ ઉત્સુક :
સૂત્રોનું જણાવ્યું કે, ડીઆરડીઓ અને બ્રહ્મોસ એયરોસ્પેસ આ મિસાઇલ મિત્ર દેશોને નિકાસ કરવા માટે રસ ધરાવે છે. ડીઆરડીઓએ હાલમાં જ અમેરિકાની સાથે મેડ ઇન ઇન્ડિયા રડારનો કરાર પણ કર્યો હતો. ભારતને અન્ય મિત્ર દેશને પણ મિસાઇલ પ્રણાલીના ઓર્ડર જલ્દીથી મળવાની આશા છે. કેટલાક વધુ દેશોની સાથે કરાર અંતિમ તબક્કામાં છે. આ મિસાઇલની ક્ષમતાઓમાં વૃદ્ધિ થઇ છે અને કેટલાક આધુનિક વિશેષતાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. ચીનનો વધુ એક પાડોશી દેશ વિયતનામ પણ ભારત પાસેથી આ મિસાઇલ ખરીદી શકે છે.