ખોડલધામને રાજકીય અખાડો બનાવી દેનાર નરેશ પટેલનો બફાટ
2022ની ચૂંટણી આવતા સમાજે પોતાની શક્તિ બતાવવાની છે, 3 મહિનામાં પાટીદારો સામેના કેસ પાછા ખેંચાઈ જશે : નરેશ પટેલ
ખાસ-ખબર સંવાદદાતા
ખોડલધામ મંદિરને રાજકિય અખાડો બનાવી દેનાર નરેશ પટેલે ફરી એક વખત બફાટ કરી જ્ઞાતિવાદની રાજનીતિ રમી છે. આ અગાઉ પણ અવારનવાર નરેશ પટેલ પાટીદારોના નામે જ્ઞાતિવાદની રાજનીતિ રમતા આવ્યા છે અને પટેલોના નામે ચર્ચાઓમાં ફક્ત ચરી ખાય છે. સરદાર પટેલની વાતનું અનુસંધાન લઈ નરેશ પટેલે કહ્યું હતું કે, ઘરની વાત ઘરમાં રાખજો. આમ પાટીદારોને નરેશ પટેલે આડકતરી રીતે તો ઘણું જ કહી આપ્યું હતું આ સાથે જ તેમણે પાટીદારો સહિત અન્ય જ્ઞાતિઓને ભડકે તેવું નિવેદન ટાંકી જ્ઞાતિવાદ ભડકાવ્યો હતો.
હાલ નરેશ પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેઓ છાણીના સપ્તપદી લોન્સ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓ ખોડલ ધામ મંદિર કાગવડના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી. પટેલ સમાજ માટે આમંત્રણ માટે તેઓ પધારી રહ્યા છે. જેના કારણે વડોદરામાં સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ખોડલધામમાં પાટોત્સવની ઉજવણીનું આમંત્રણ આપવા ખોડલધામ મંદિરના ટ્રસ્ટી અને લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ હાલ સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ફરી રહ્યા છે.
ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમને ખોડલધામ મંદિર કાગવડના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી. પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવાના મુદ્દે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ સાથે નરેશ પટેલે ચર્ચા કરી છે.
- Advertisement -
નરેશભાઈ પટેલે કહ્યું કે, સીએમ ભૂપેન્દ્ર ભાઈ પટેલે તેમને આશ્વાસન આપ્યું છે કે 3 મહિનામાં પાટીદાર આંદોલન સમય થયેલા કેસ પાછા ખેંચાશે. સરદાર વલ્લભ ભાઈ પટેલે કહ્યું છે કે ઘરની વાત ઘરમાં જ રાખજો. 2022 માં સમાજે પોતાની શક્તિ બતાવવાની છે. યુવાનોને નિવેદન છે કે સંગઠનની જ્યોતને મજબૂતથી પકડી રાખજો. વિનંતી કરું છું કે ધંધા -રોજગાર બંધ રાખવા પડે તો પણ એક દિવસ માતાના પાટોત્સવમાં આવો.
આવતાં અઠવાડિયે પાટોત્સવ માટે દક્ષિણ ગુજરાત, મુંબઈ, નવી મુંબઈ, પુના અને હૈદરાબાદ યાત્રા કરી આમંત્રણ આપવા જવાનો છું. 21 મી સદીમાં લેઉવા પટેલ માટે ખોડલધામનું ખૂબ મોટું સ્થાન છે.
ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ એવું પાટીદારોને સૂચન આપી જ્ઞાતિવાદની રાજનીતિ રમતાં નરેશ પટેલ કોને શું કહેવા માંગે છે?
આ પણ વાંચો: ચાર્લ્સ શોભરાજને પણ શરમાવે તેવી સુરતનાં 4 મહાઠગોની મોડસ ઓપરેન્ડી!
https://khaskhabarrajkot.com/2021/12/20/modus-operandi-o…harles-shobharaj/