દેશની ફક્ત 35% વસ્તીએ જ રસીના બંને ડોઝ લીધા છે, હજુ વસ્તીનો એક મોટો ભાગ બાકી છે !
દિલ્હી એઇમ્સનાં ન્યુરોલોજી પ્રોફેસર અને ડૉક્ટર પદ્મા શ્રીવાસ્તવે આપ્યો મહત્ત્વપૂર્ણ અંદેશો
ખાસ-ખબર સંવાદદાતા
કેટલાક દેશોમાં બૂસ્ટર શોટ આપવાની વાત સામે આવ્યા બાદ હવે ભારતમાં પણ કોરોનાના બૂસ્ટર ડોઝની ચર્ચા થવા લાગી છે. કોરોનાના બૂસ્ટર ડોઝને લઈને હજુ પણ ડોક્ટરો અને વૈજ્ઞાનિકો વચ્ચે મતભેદ જોવા મળે છે. શું ભારતમાં હવે બૂસ્ટર ડોઝ આપી શકાય છે આના પર દિલ્હી એઇમ્સના ડોક્ટરે મહત્વની વાત કહી છે. એક ડોક્ટરે કહૃાું કે, હાલ ભારતમાં બૂસ્ટર શોટ આપવાનું જોખમ ન ઉઠાવી શકીએ કેમકે ભારતમાં ફક્ત 35 ટકા લોકોએ જ સંપૂર્ણ રસીકરણ કરાવ્યું છે. દિલ્હી એઇમ્સમાં ન્યુરોલોજી પ્રોફેસર અને ડોક્ટર પદ્મા શ્રીવાસ્તવે બૂસ્ટર ડોઝ ન આપવા પાછળનો તર્ક જણાવ્યો કે, જે લોકોને વેક્સીનના બંને ડોઝ લાગી ચૂક્યા છે તેમને બૂસ્ટર ડોઝ આપવાની અપેક્ષા કરતાં એ જરૂરી છે કે જે લોકોનું પૂર્ણ રસીકરણ નથી થયું તેમને ઝડપથી વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવે. આ પહેલા ભારત બાયોટેકના અધ્યક્ષ ડો. કૃષ્ણા એલાએ બૂસ્ટર ડોઝ અંગે બહુ મહત્વપૂર્ણ વાત કહી હતી. તેમણે કહૃાું કે જો વાયરસ ફરી એક વાર રૂપ બદલે તો લોકોને કોવિડ-19 વેક્સીનના બૂસ્ટર ડોઝની જરૂર પડશે. તેમણે કહૃાું કે ભવિષ્યમાં કયા પ્રકારના બૂસ્ટર ડોઝની જરૂર પડશે અને તેને ઝડપથી લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેના પર અમે કામ કરી
રહૃાા છીએ.