એક જ દિવસમાં 733 કોરોના મોતપશ્ર્ચિમ બંગાળના સોનારપુરાંમાં 3 દિવસનું લોકડાઉન જાહેર કરાયું
કેસમાં 27 ટકા જેટલો વધારો કેન્દ્ર સરકારે સુચના આપી છતાં તહેવારોમાં ભીડ બેકાબુ
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં કોરોનાવાયરસ મહામારી હળવી થઇ રહી છે અને નવા કેસમાં દરેક રાજ્યમાં ઘટાડો થઈ રહ્યો છે આમ છતાં દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અને ખાસ કરીને કોલકત્તામાં ચિંતા ફેલાઇ છે કારણકે અહીં નવા કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. કોલકત્તામાં દુર્ગા પૂજા કાર્યક્રમ બાદ કોરોનાવાયરસના કેસમા 27 ટકા જેટલો વધારો થયો હોવાનું બહાર આવ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા ભીડ પર નિયંત્રણ રાખવાની સુચના આપવામાં આવી છે અને અન્ય કેટલાક આદેશો જારી કરવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળમા આવેલ દક્ષિણ 24 પરગના જિલ્લામાં આવેલ સોનાર પુરમાં કોરોના સંક્રમણ વકરવાને કારણે અહીયા 3 દિવસનું લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં માત્ર ઈમરજન્સી સેવાઓને મંજૂરી આપવામાં આવી છે. સોનારપુરમાં કુલ 19 કંટેન્ટમેંટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આજે કોરોનાના દૈનિક કેસની સાથોસાથ મોતની સંખ્યામાં પણ મોટો વધારો નોંધાયો હતો.
- Advertisement -
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં દૈનિક કેસ વધીને 16156 થયા હતા જયારે 844 લોકોના મોત નીપજયા હતા. એકટીસ કેસોની સંખ્યા 1,60,989 થઈ છે. એ જ રીતે દિલ્હી ની હાલત પણ ખરાબ થઈ રહી છે અને 22 દીવસમાં સૌથી વધુ પોઝિટિવિટી રેટ બહાર આવતાં ચિંતા ફેલાઈ ગઈ છે એને હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી ને પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે અને તહેવારો દરમિયાન અનિયંત્રિત ભીડ પર કાબૂ કરવાની સૂચના આપવામાં આવી છે. દરમિયાનમાં કેન્દ્રના આરોગ્ય સચિવ દ્વારા પાછલાં 30 દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળમાં કોરોનાવાયરસ ના વધી રહેલા કેસ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે અને બંગાળની સરકાર ને અને આરોગ્ય તંત્ર અને કેટલીક નવી સૂચના જારી કરી છે અને સંક્રમણ અટકાવવા માટે બજારોમાં લોકોની ભીડ પર તરત જ નિયંત્રણ મૂકવાનો આદેશ પણ આપ્યો છે.
આરોગ્ય સચિવ દ્વારા બંગાળની સરકારે એવી ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર સંક્રમણને અટકાવવા માટે કડક નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો બંગાળમાં કોરોનાવાયરસની પરિસ્થિતિ વધુ ભયંકર બની શકે છે.