2026ના T20 વર્લ્ડ કપ માટે યુએસ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમનું નેતૃત્વ ગુજરાતના આણંદમાં જન્મેલા 32 વર્ષીય મોનંક પટેલ કરી રહ્યા છે, જેમણે 2024ના T20 વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ યુએસ ટીમમાં ઘણા ખેલાડીઓ ભારતીય અને પાકિસ્તાની મૂળના છે.
આ વખતે જાહેર કરાયેલી સંપૂર્ણ ટીમમાં 2024ના T20 વર્લ્ડ કપમાં રમનારા 10 ખેલાડીઓનું પુનરાવર્તન પણ કરવામાં આવ્યું છે. વધુમાં શ્રીલંકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા શેહાન જયસૂર્યાનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 34 વર્ષીય ખેલાડીએ શ્રીલંકા માટે 12 વનડે અને 18 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
- Advertisement -
મોનંક પટેલ, જેસી સિંહ, મિલિંદ કુમાર, સાઈતેજા મુક્કામાલા, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, નોસ્તુષ કેંજીગે, શેડલી વેન શલ્કવિક, સૌરભ નેત્રવલકર, અલી ખાન, મોહમ્મદ મોહસિન અને શુભમ રંજન.
ટીમમાં પાકિસ્તાની મૂળના ત્રણ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે, શાયન જહાંગીર, અલી ખાન અને મોહમ્મદ મોહસિન. તેઓ પાકિસ્તાનથી આવેલા ઇમિગ્રન્ટ છે અને ટીમની ઝડપી બોલિંગ અને બેટિંગમાં ફાળો આપે છે. ટીમમાં દક્ષિણ આફ્રિકન મૂળના એન્ડ્રીસ ગૌસ અને શેડલી વાન શલ્કવિકનો પણ સમાવેશ થાય છે.
આનો અર્થ એ થયો કે આ યુએસ ટીમમાં ભારતીય મૂળના નવ, પાકિસ્તાની મૂળના ત્રણ, શ્રીલંકન મૂળના એક અને દક્ષિણ આફ્રિકન મૂળના બે ખેલાડીઓનો સમાવેશ થાય છે. જોકે, ખાસ વાત એ છે કે આ ટીમમાં કોઈ અમેરિકન ખેલાડી નથી.
- Advertisement -
યુએસએ T20 વર્લ્ડ કપ 2026ની ટીમ: મોનાંક પટેલ (C), જેસી સિંઘ (VC), એન્ડ્રીસ ગૌસ, શેહાન જયસૂર્યા, મિલિંદ કુમાર, શયાન જહાંગીર, સાઇતેજા મુક્કામાલા, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, નોસ્તુષ કેંજીગે, શેડલી વાન શલ્કવિક,સૌરભ નેત્રવલકર, અલી ખાન, મોહમ્મદ મોહસિન, શુભમન રંજન
7 ફેબ્રુઆરી, 2026: ભારત વિ. યુએસએ, મુંબઈ
10 ફેબ્રુઆરી, 2026: પાકિસ્તાન વિ. યુએસએ, કોલંબો
13 ફેબ્રુઆરી, 2026: નેધરલેન્ડ વિ. યુએસએ, ચેન્નાઈ
15 ફેબ્રુઆરી, 2026: ન્યૂઝીલેન્ડ વિ. યુએસએ, ચેન્નાઈ




