ચૂંટણી પંચને અંકુશ વગરના ઘોડા જેવી અમર્યાદિત સત્તા નથી; ‘સર’ પ્રક્રિયા હેઠળ લાખો મતદારોના નામ રદ થવા મામલે સર્વોચ્ચ અદાલતનું આકરું વલણ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
- Advertisement -
દેશના ગુજરાત સહિતના રાજયોમાં ચુંટણી પંચે શરુ કરેલી મતદાર યાદીની સ્પેશ્યલ-ઈન્ટેન્સીવ-રીવીઝન- ‘સર’ પ્રક્રિયા સતત રાજકીય અને કાનુની વિવાદમાં ફસાઈ રહી છે અને ચુંટણીપંચ તેની પાસે ‘સર’ સહિતના મુદે જે સતા હોવાની દલીલો સુપ્રીમ કોર્ટમાં કરી રહ્યું છે તેને આંચકો આપતા સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે લોકપ્રતિનિધિત્વ ધારા- 1950ની કલમ 21(3) હેઠળ પણ ચુંટણીપંચને અંકુશ વગરના ઘોડા જેવી અમર્યાદીત સતા નથી.
દેશભરમાં જે રીતે ચુંટણીપંચની ‘સર’ કવાયતમાં લાખો-કરોડો નામ મતદાર યાદીમાંથી રદ થઈ રહ્યા છે અને વિપક્ષ તેને ‘વોટ-ચોરી’ પણ ગણાવી રહ્યા છે તે અંગેની એક સુનાવણીમાં ચીફ જસ્ટીસ સુર્યકાંતની ખંડપીઠ એ નિરિક્ષણ વ્યક્ત કર્યુ કે ચુંટણીપંચને બંધારણ હેઠળ વ્યાપક સતા છે પણ યોગ્ય અને ન્યાય રીતે ઉપયોગ થાય તે જરૂરી છે. પંચ આ સતાનો અમર્યાદીત રીતે ઉપયોગ કરી શકે નહી. ચુંટણીપંચ લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ જે ‘સર’ની કામગીરી કરી રહી છે તેમાં તે યોગ્ય માને તે રીતે વર્તી શકે નહી.
સુપ્રીમકોર્ટની ખંડપીઠે ચુંટણીપંચના ધારાશાી સમક્ષ અનેક અઘરા પ્રશ્નો કર્યા હતા. અનેક રાજકીય પક્ષો અને સ્વૈચ્છીક સંસ્થાઓએ કરેલી અરજીમાં ‘સર’ની પ્રક્રિયામાં ચુંટણી પંચ મન ફાવે તે રીતે અર્થઘટન કરી રહ્યું હોવાની રીટ કરી છે.
ચીફ જસ્ટીસ અત્યંત આકરા વલણમાં નજરે ચડતા હતા અને જણાવ્યું કે ચુંટણીપંચનું કોઈ પગલુ નાગરિકના અધિકાર છીનવી લે તેવુ હોવું જોઈએ નહી. શું પંચ એવું માને છેકે તેની સતા ન્યાયતંત્રની સમીક્ષાની જાણ પર છે?!?
કઈ સતા અનિયંત્રીત હોવી જોઈએ નહી. પ.બંગાળમાં 1.36 કરોડ અને યુપીમાં 3.12 કરોડથી વધુ મતદાતાને જયારે ચુંટણીપંચે નોટીસ ફટકારી છે તેથી પંચની કામગીરી સામે સતત પ્રશ્નો ઉઠી રહ્યા છે.



