હું પણ વિચારી રહ્યો છું કે આ ક્યારે અને કેવી રીતે થયું: ઉૠઙ રામચંદ્ર રાવ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
કર્ણાટક પોલીસના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ ઉૠઙ (સિવિલ રાઇટ્સ એન્ફોર્સમેન્ટ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોમવાર (19 જાન્યુઆરી)ના રોજ તેમનો એક અશ્ર્લીલ વીડિયો સામે આવ્યો હતો, જે બાદ સરકારે તેમની સામે કાર્યવાહી કરી છે. વાઇરલ વીડિયોમાં ઉૠઙ કે. રામચંદ્ર રાવ ઘણી મહિલાઓ સાથે વાંધાજનક સ્થિતિમાં દેખાઈ રહ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ ઈખ સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે જો અધિકારી દોષિત જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. ઉૠઙએ પત્રકારોને કહ્યું હતું કે વીડિયો ખોટો અને મોર્ફ્ડ છે. તેમણે કહ્યું હતું કે આગળની કાર્યવાહી અંગે વકીલ સાથે વાત કરશે. ‘ખાસ-ખબર’ આ વાઇરલ તસવીરની પુષ્ટિ કરતું નથી. સસ્પેન્શન ઓર્ડરમાં લખવામાં આવ્યું છે કે, રાવે અશ્ર્લીલ રીતે કામ કર્યું છે. એક સરકારી અધિકારી માટે આ યોગ્ય નથી અને સરકાર માટે શરમજનક કારણ પણ છે. રાવનું વર્તન નિયમોનું ઉલ્લંઘન છે. રાજ્ય સરકાર પ્રથમ દૃષ્ટિએ આ વાતથી સંતુષ્ટ છે કે ઉૠઙ (સિવિલ રાઇટ્સ એન્ફોર્સમેન્ટ) ડો. કે. રામચંદ્ર રાવને તાત્કાલિક અસરથી, તપાસ પેન્ડિંગ રહે ત્યાં સુધી સસ્પેન્ડ કરવા જરૂરી છે. સસ્પેન્શન દરમિયાન રાવ રાજ્ય સરકારની લેખિત પરવાનગી વિના કોઈપણ સંજોગોમાં હેડક્વાર્ટર છોડી શકશે નહીં.
મંત્રીના ઘરની બહાર પત્રકારો સાથે વાત કરતાં ઉૠઙએ કહ્યું હતું કે હું પણ વિચારી રહ્યો છું કે આ કેવી રીતે અને ક્યારે થયું અને કોણે કર્યું. આ જમાનામાં કંઈપણ થઈ શકે છે. મને આ વિશે કોઈ જાણકારી નથી. પત્રકારોએ પૂછ્યું કે શું આ જૂનો વીડિયો છે, તો તેમણે કહ્યું- જૂનો મતલબ, આઠ વર્ષ પહેલાં જ્યારે હું બેલગાવીમાં હતો.
તેમણે આગળ કહ્યું હતું કે તેઓ ગૃહમંત્રીને સમજાવશે કે ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. કર્ણાટકનાં મંત્રી લક્ષ્મી હેબ્બલકરે કહ્યું હતું કે જો કોઈએ કંઈ ખોટું કર્યું છે તો સરકાર કાર્યવાહી કરશે.
આ કૃત્ય માફ કરવા લાયક નથી: ભાજપ
વરિષ્ઠ ભાજપ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એસ. સુરેશ કુમારે કહ્યું હતું કે પોલીસ અધિકારીનું આ શરમજનક કૃત્ય માફ ન કરી શકાય એવો ગુનો છે. કુમારે કહ્યું, રાવે એવું કામ કર્યું છે, જેનાથી આખા પોલીસ વિભાગ પર દાઘ લાગ્યો છે. આ વરિષ્ઠ અધિકારીએ વર્દીમાં અને પોતાની જ ઓફિસમાં જે કામ કર્યું છે, એનાથી લોકો પોલીસ વિભાગને જ શંકાની નજરથી જોઈ રહ્યા છે.
- Advertisement -
DGPની એક્ટ્રેસ દીકરીએ પણ કર્યો છે કરોડોનો કાંડ
કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવને 3 ફેબ્રુઆરીના રોજ મોડીરાત્રે બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 14.8 કિલો સોના સાથે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ઉછઈં) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ માહિતી બુધવારે (5 માર્ચ) સામે આવી હતી. રાન્યા કર્ણાટક પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ઉૠઙ રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. તેણે કન્નડ ફિલ્મો ‘માનિક્ય’ અને ‘પટકી’ માં એક્ટિંગ કરી છે. કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે. વારંવાર ઇન્ટરનેશનલ ટ્રિપના લીધે ઉછઈંની દેખરેખમાં હતી. તે 3 માર્ચે રાત્રે દુબઇથી ફ્લાઇટથી બેંગલુરુ પહોંચી હતી, ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ઉછઈં અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાન્યા રાવ દુબઈથી અમીરાતની ફ્લાઇટ દ્વારા ભારત પરત ફરી રહી હતી. છેલ્લા 15 દિવસમાં તે ચાર વખત દુબઈ ગઈ હોવાથી સુરક્ષા એજન્સીઓ પહેલાંથી જ તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી.



