અમેરિકાએ મિલિટરી એરક્રાફ્ટ મોકલ્યું: જર્મની, ફ્રાન્સ સહિત 7 દેશોએ પોતાના સૈનિકો ગ્રીનલેન્ડ મોકલ્યા
ગ્રીનલેન્ડ પર કબજા માટે ટ્રમ્પની જીદ
- Advertisement -
ગ્રીનલેન્ડમાં મોટા પાયે સૈનિકોની તહેનાતીની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ગ્રીનલેન્ડ પર કબજા મામલે અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે વિવાદ વધી રહ્યો છે. અમેરિકાએ નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (ગઘછઅઉ)નું એક સૈન્ય વિમાન ગ્રીનલેન્ડ મોકલ્યું છે. આ વિમાન ટૂંક સમયમાં પિટુફિક સ્પેસ બેઝ પહોંચશે. ગઘછઅઉએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર જણાવ્યું હતું કે આ તહેનાતી પહેલાંથી નિર્ધારિત સૈન્ય હિલચાલ હેઠળ કરવામાં આવી રહી છે. કમાન્ડે સ્પષ્ટ કર્યું કે આ સંપૂર્ણ પ્રક્રિયાની જાણકારી ડેનમાર્ક અને ગ્રીનલેન્ડને આપવામાં આવી છે. ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજાની ધમકી વચ્ચે ડેનમાર્કે પણ ગ્રીનલેન્ડમાં વધારાના સૈનિકો તહેનાત કર્યા છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, સોમવારે ઘણાં વિમાન ડેનમાર્કના સૈનિકો અને સૈન્ય સાધનો સાથે ગ્રીનલેન્ડ પહોંચ્યાં. ગઘછઅઉના નિવેદન મુજબ, પિટુફિક સ્પેસ બેઝ પર પહોંચનારું આ વિમાન અમેરિકા અને કેનેડાનાં ઠેકાણાં પરથી સંચાલિત અન્ય વિમાનો સાથે મળીને લાંબા સમયથી નિર્ધારિત સંરક્ષણ ગતિવિધિઓમાં સામેલ થશે. આ ગતિવિધિઓને અમેરિકા, કેનેડા અને ડેનમાર્ક વચ્ચે ચાલી રહેલી સંરક્ષણ ભાગીદારીનો ભાગ ગણાવવામાં આવ્યો છે. ગઘછઅઉએ એમ પણ કહ્યું હતું કે આ તહેનાતી માટે જરૂરી તમામ રાજદ્વારી મંજૂરીઓ લેવામાં આવી છે. અમેરિકાનું આ પગલું ડેનમાર્કની આગેવાની હેઠળ થયેલા એક સૈન્ય અભ્યાસ ઓપરેશન આર્કટિક એન્ડ્યોરન્સ પછી સામે આવ્યું છે.
આ અભ્યાસ ગ્રીનલેન્ડમાં થયો હતો, જેમાં જર્મની, સ્વીડન, ફ્રાન્સ, નોર્વે, નેધરલેન્ડ અને ફિનલેન્ડે પણ મર્યાદિત સંખ્યામાં પોતાના સૈનિકો મોકલ્યા હતા.
ડેનમાર્કે પહેલાંથી જ ગ્રીનલેન્ડમાં લગભગ 200 સૈનિક તહેનાત કર્યા છે. આ ઉપરાંત 14 સભ્યોની સિરિયસ ડોગ સ્લેજ પેટ્રોલ પણ ત્યાં હાજર છે, જે આર્કટિક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે આવનારા દિવસોમાં તેમને જમીન, હવા અને સમુદ્ર દ્વારા વધુ મજબૂત કરવામાં આવશે. આ સંખ્યા નાની છે, પરંતુ એ રાજકીય સંદેશ આપવા માટે છે કે ગઅઝઘ એકજૂટ છે.
ડેનમાર્કની આગેવાની હેઠળ ચાલી રહેલું ઓપરેશન આર્કટિક એન્ડ્યોરન્સ એક સૈન્ય અભ્યાસ છે. એનો હેતુ એ જોવાનો છે કે જો ભવિષ્યમાં ગ્રીનલેન્ડમાં મોટી સંખ્યામાં સૈનિકો તહેનાત કરવા પડે, તો તેની તૈયારી કેવી હશે. ડેનમાર્કના સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ અભ્યાસનું ધ્યાન આર્કટિક વિસ્તારમાં સહયોગી દેશો વચ્ચે તાલમેલ અને કામ કરવાની ક્ષમતા વધારવા પર છે. આગળ જતાં આનાથી પણ મોટું મિશન લાવવાની યોજના છે, જેને ઓપરેશન આર્કટિક સેન્ટ્રી કહેવામાં આવી રહ્યું છે. આ એક નાટો મિશન હશે. એનો ઉદ્દેશ ગ્રીનલેન્ડ અને તેની આસપાસના વિસ્તારોમાં દેખરેખ વધારવી અને કોઈપણ ખતરાનો સૈન્ય જવાબ આપવાની શક્તિ મજબૂત કરવાનો છે. જોકે આ મિશન તરત શરૂ થશે નહીં. જર્મનીના સંરક્ષણમંત્રી બોરિસ પિસ્ટોરિયસ અનુસાર, ઓપરેશન આર્કટિક સેન્ટ્રી શરૂ થવામાં હજુ ઘણા મહિનાઓ લાગી શકે છે, એટલે કે હાલમાં ગ્રીનલેન્ડમાં કોઈ મોટું નવું સૈન્ય મિશન શરૂ થયું નથી, પરંતુ તેની તૈયારી અને યોજના પર કામ ચાલી રહ્યું છે.



