રાજકોટ શહેરના અમ્રપાલી અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા લાંબા સમયથી યથાવત્ રહી છે. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા અંડરબ્રિજની બંને બાજુ નાની પાળી બનાવવામાં આવી હતી, પરંતુ પાળી બનાવ્યા બાદ પણ સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. અંડરબ્રિજમાં ફરી એકવાર પાણીની રેલમછેલમ સર્જાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાતા વાહનચાલકો તથા કારચાલકો માટે પસાર થવું જોખમભર્યું બની જાય છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે માત્ર તાત્કાલિક દેખાવ પૂરતા કામથી સમસ્યાનું કાયમી સમાધાન શક્ય નથી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાત પૂર્વે સમગ્ર શહેરના બ્રિજ અને અંડરબ્રિજનું રંગરોગાન તેમજ રિપેરીંગ કરવામાં આવ્યું હતું. શહેરને ચકાચક બનાવવાના પ્રયાસો થયા હતા, ત્યારે નાગરિકોમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે જ્યારે કોઈ મહાનુભાવની મુલાકાત હોય ત્યારે જ તંત્ર સક્રિય થાય છે, જ્યારે સામાન્ય જનતાને રોજબરોજ ભોગવવી પડતી સમસ્યાઓ માટે યોગ્ય અને કાયમી ઉકેલ ક્યારે મળશે તે પ્રશ્ન યથાવત્ છે. લાખો રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવેલી પાળી બાદ પણ જો પાણી ભરાવાની સમસ્યા દૂર ન થાય, તો કામગીરીની ગુણવત્તા અને આયોજન પર સવાલ ઊભા થાય છે. હાલ તો અમ્રપાલી અંડરબ્રિજમાંથી પસાર થતા વાહનચાલકો માટે મુશ્કેલી યથાવત્ છે અને તંત્ર ક્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવશે તે જોવાનું રહ્યું છે.
આમ્રપાલી અંડરપાસમાં પાળી બનાવી છતાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્

You Might Also Like
Follow US
Find US on Social Medias


