‘ગિરીશ ભીમાણીએ એક જ દિવસમાં દોઢ લાખનો નશો કરી વિદ્યાર્થિનીઓની છેડતી કરી’-અમરેલીમાં ABVPનો હલ્લાબોલ
આબુમાં થયેલી વિદ્યાર્થિનીઓની છેડતીના CCTV પણ ABVPએ આપી કહ્યું-ભીમાણીની કરતૂતના તમામ પુરાવાઓ અમારી પાસે છે
- Advertisement -
‘ખાસ-ખબર’ દ્વારા 12 જુલાઈ અને 18 જુલાઈ 2022ના અંકમાં ગિરીશ ભીમાણીના ચારિત્ર પર આક્ષેપ કરતો લેટર બોમ્બ ફોડેલો, આજે આ અહેવાલ અને લેટર બોમ્બની કેટલીક બાબતો અક્ષરશ: સાચી ઠરી હોવાનું જણાય છે.
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ તેમજ અમરેલીની વિદ્યાસભા કોલેજના પૂર્વ નિયામક ગિરીશ ભીમાણી સામે વિદ્યાર્થિનીઓની છેડતીના ગંભીર આક્ષેપો મામલે આજે અમરેલી શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અઇટઙ) દ્વારા વિદ્યાસભા કોલેજ કેમ્પસનો ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આબુમાં થયેલી વિદ્યાર્થિનીઓની છેડતીના સીસીટીવી પણ અઇટઙએ આપ્યા છે અને ગિરીશ ભીમાણીએ એક જ દિવસમાં દોઢ લાખનો નશો કરીને વિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાના આક્ષેપ કર્યા છે.
આજે અમરેલીમાં કોલેજ કેમ્પસનો ઘેરાવ કરી અઇટઙના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે, 12 જાન્યુઆરીના રોજ આબુ ખાતે ગિરીશ ભીમાણીએ વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરી હતી. આ ઘટનાનો વીડિયો પુરાવો પણ અઇટઙ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અઇટઙનો આરોપ છે કે આવા ગંભીર મામલે આજદિન સુધી કોઈ કાયદેસર કાર્યવાહી થઈ નથી. અમરેલી પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કરીને આબુ ખાતે ફરિયાદ કરવા જણાવ્યું હતું, પરંતુ ત્યાં પણ ફરિયાદ લેવાની ના પાડવામાં આવી હોવાનો અઇટઙએ દાવો કર્યો છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ ’ગિરીશ ભીમાણી હાય હાય’ના નારા લગાવ્યા હતા અને રામધૂન પણ ગાઈ હતી. અઇટઙએ ગિરીશ ભીમાણી અને પોલીસ ફરિયાદ ન નોંધનાર પોલીસકર્મીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સંગઠને ચેતવણી આપી છે કે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય અને આરોપી સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.
આ અંગે વિદ્યાર્થી પરિષદના સંગઠનના મંત્રી નીતિન નકુમએ જણાવ્યું કે, પ્રવાસ નક્કી થયો ત્યારથી જ ગિરીશ ભીમાણીનો મનસૂબો છેડતી કરવાનો હતો. 3થી 4 વિદ્યાર્થીઓ રસ્તામાં બેસવાના હતા, પરંતુ ગિરીશ ભીમાણીએ કહ્યું રસ્તામાંથી નહીં તેમને અહીંયા બોલાવો. ત્યારબાદ પ્રવાસ રવાના થાય છે, 2 દિવસ પ્રવાસ ઉદયપુર રહે છે. 12 તારીખે પ્રવાસ આબુમાં પહોંચે છે એ સમયે ગિરીશ ભીમાણી પહોંચે છે અને એક જ દિવસમાં દોઢ લાખનો નશો કરે છે, જેના અમારી પાસે પુરાવા છે. જે બાદ ગિરીશ ભીમાણી પાંચ-છ વિદ્યાર્થિનીઓની છેડતી કરે છે, જેના અમારી પાસે પુરાવા છે.



