પાર્ટીએ નોટિફિકેશન બહાર પાડ્યું: હાલ નીતિન નબીન છે કાર્યકારી અધ્યક્ષ
જો નીતિન નબીન જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે, તો સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ હશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ) ના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે પાર્ટીએ નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, 19 જાન્યુઆરીના રોજ આ માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. જ્યારે 20 જાન્યુઆરીના રોજ ઇઉંઙ ના નવા અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવશે. હાલમાં નીતિન નવીનને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પાર્ટી તેમને જ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટી શકે છે. ગયા વર્ષે 14 ડિસેમ્બરે નીતિન નવીનને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપે વર્ષ 2020માં જેપી નડ્ડાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા હતા. 2024માં તેમનો કાર્યકાળ પૂરો થયો હતો. ત્યારથી તેઓ એક્સટેન્શન પર હતા. નડ્ડા હાલમાં કેન્દ્રમાં સ્વાસ્થ્ય મંત્રાલય સંભાળી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસર કે. લક્ષ્મણે ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કર્યું. તે મુજબ, પક્ષ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો 19 જાન્યુઆરીના રોજ બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે ભરી શકાશે અને ઉમેદવારો તે જ દિવસે સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.
લક્ષ્મણે કહ્યું કે જો જરૂર પડશે તો 20 જાન્યુઆરીએ મતદાન થશે અને તે જ દિવસે નવા ચૂંટાયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પક્ષના મુખ્યાલયમાં યોજાશે. હાલમાં પાર્ટીએ નીતિન નબીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. તેમની ઉંમર 45 વર્ષ છે. ભવિષ્યમાં જો નીતિનને જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે છે, તો તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ બનનાર સૌથી યુવા વ્યક્તિ હશે.



