PoKમાં આતંકી અબુ મુસા કાશ્મીરીએ ઝેર ઓક્યું: જેહાદ અને હિંસા દ્વારા કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવા ઉશ્કેરણી કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
- Advertisement -
આતંકવાદી સંગઠન લશ્ર્કર-એ-તૈયબાના આતંકવાદી અબુ મુસા કાશ્ર્મીરીએ હિંદુઓના ગળા કાપવાની ધમકી આપી છે. તેણે આ નિવેદન પાકિસ્તાન અધિકૃત કાશ્ર્મીરમાં આપ્યું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જોકે તે ક્યારનો છે, તેની પુષ્ટિ થઈ શકી નથી.
વીડિયોમાં અબુ મુસા કહે છે- કાશ્ર્મીર મુદ્દાનો ઉકેલ માત્ર આતંકવાદ અને જેહાદથી જ આવી શકે છે. આઝાદી ભીખ માગવાથી નહીં, હિંદુઓના ગળા કાપવાથી મળશે. આપણે જેહાદનો ઝંડો ઉઠાવવો પડશે.
અબુ મુસા કાશ્ર્મીરી લશ્ર્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા સંગઠન જમ્મુ કાશ્ર્મીર યુનાઈટેડ મૂવમેન્ટનો સભ્ય છે. તેનું નામ એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે પણ જોડાયેલું હતું.
પોતાના ભાષણમાં અબુ મુસાએ પાકિસ્તાની નેતાઓ પર પણ ગંભીર આરોપો લગાવ્યા. તેણે કહ્યું કે પાકિસ્તાનના નેતાઓ ઇસ્લામિક સિદ્ધાંતોથી ભટકી ગયા છે અને જેહાદના માર્ગે ચાલી રહ્યા નથી.
તેણે કહ્યું કે જે નેતા જેહાદ માટે પ્રતિબદ્ધ નથી, તેને પાકિસ્તાન પર શાસન કરવાનો કોઈ અધિકાર નથી. મુસાએ દાવો કર્યો કે તે પહેલા પણ આવા જ નિવેદનો મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથેની એક બેઠકમાં આપી ચૂક્યો છે.
અબુ મુસા ગયા વર્ષે 22 એપ્રિલે થયેલા પહેલગામ હુમલામાં પણ સામેલ હતો. ભાસ્કરે ત્યારે તપાસ કરી હતી કે આખરે પહેલગામ હુમલા દરમિયાન પાકિસ્તાનથી આતંકવાદીઓને કોણ આદેશ આપી રહ્યું હતું. આ દરમિયાન બે પાકિસ્તાની હેન્ડલરના નામ મળ્યા હતા.
પહેલો અબુ મુસા અને બીજો રિઝવાન હનીફ. બંને પાકિસ્તાન અધિકૃત કાશ્ર્મીર (ઙજ્ઞઊં)માં લશ્ર્કર-એ-તૈયબાનો ઓપરેટિંગ કમાન્ડર છે. આ બંનેએ મુરીદકેમાં અફઘાનને તાલીમ પણ આપી હતી. જોકે, સૂત્રોનો દાવો હતો કે પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ અબુ મુસા જ છે. તે સૈફુલ્લાહ કસૂરીનો નજીકનો પણ છે.
પહેલગામ હુમલાના 4 દિવસ પહેલા 18 એપ્રિલે લશ્ર્કરના એક કાર્યક્રમમાં અબુ મૂસાએ કાશ્ર્મીરમાં હિંદુઓને મારવાનો ઉલ્લેખ કર્યો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. તેમાં મૂસાએ કહ્યું હતું કે, ’ગાઝા અને કાશ્ર્મીરનો એક જ મુદ્દો છે અને બંને મુદ્દાઓનો એક જ ઉકેલ છે, તે છે જેહાદ. તેણે કહ્યું હતું- અમને ભીખ નહીં, આઝાદી જોઈએ છે. પેલેસ્ટાઈન અને કાશ્ર્મીરના જે દુશ્ર્મનો છે, તે અમારા દુશ્ર્મનો છે. જ્યારે ઇઝરાયલને ઘૂંટણિયે લાવી દીધા, તો કાશ્ર્મીરમાં પણ કરીશું.’
અબુ મુસા કથિત રીતે ‘જમ્મુ-કાશ્ર્મીર યુનાઈટેડ મૂવમેન્ટ’ (ઉંઊંઞખ)નું નેતૃત્વ કરે છે. આ તસવીર ગયા વર્ષે 18 એપ્રિલે યોજાયેલા તે જ કાર્યક્રમની છે, જેમાં તેણે કાશ્ર્મીરની સરખામણી ગાઝા-પેલેસ્ટાઈન સાથે કરી હતી.
અબુ મુસા કથિત રીતે ‘જમ્મુ-કાશ્ર્મીર યુનાઈટેડ મૂવમેન્ટ’નું નેતૃત્વ કરે છે. આ તસવીર ગયા વર્ષે 18 એપ્રિલે યોજાયેલા તે જ કાર્યક્રમની છે, જેમાં તેણે કાશ્ર્મીરની સરખામણી ગાઝા-પેલેસ્ટાઈન સાથે કરી હતી.
લશ્ર્કર-એ-તૈયબાના અન્ય કમાન્ડર મોહમ્મદ અશફાક રાણાએ પણ થોડા દિવસો પહેલા આ જ રીતે પાકિસ્તાની નેતાઓ પર કટાક્ષ કર્યો હતો.
અશફાક રાણાએ સીધા શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરની ટીકા કરતા તેમના પર દેશને યોગ્ય રીતે ન ચલાવવા અને આંતરરાષ્ટ્રીય દેવું બરબાદ કરવાનો આરોપ લગાવ્યો હતો.
તેણે દાવો કર્યો હતો કે જો આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાંથી મળેલા પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોત, તો પાકિસ્તાન આજે સાઉદી અરેબિયા કરતાં પણ વધુ સુંદર અને બ્રિટન તથા સ્પેન કરતાં વધુ વિકસિત હોત.
તેણે આગળ કહ્યું કે આ હોવા છતાં દેશની હાલત સતત ખરાબ થતી જઈ રહી છે. તેણે કહ્યું કે પાકિસ્તાનમાં જન્મ લેનાર દરેક બાળક ભારે દેવાના બોજ સાથે જન્મ લઈ રહ્યું છે. જો આ પૈસા દેશની અંદર રોકવામાં આવ્યા હોત તો પાકિસ્તાન આજે ઘણા વિકસિત દેશોથી આગળ હોત.



