વેરા વસૂલાત શાખાએ વેરા બાકી હોવાનું જણાવીને દુકાનોને તાળાં મારી દીધા
કોઈ આકારણી વગર મન ફાવે તેમ વ્યાજ અને પેનલ્ટી ઠોકી બેસાડાઈ: વેપારીઓનો ઉગ્ર સૂર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા બાકી વેરાના નામે આજે મોચીબજાર વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કાર્યવાહી વિવાદમાં સપડાઈ છે. કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી કે આકારણી વગર સીધું જ 6 થી 7 દુકાનોને સીલ મારી દેવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. મોચી બજારની ગીચ બજારમાં આજે સવારે મનપાની ટીમ કાફલા સાથે ત્રાટકી હતી અને વેરા બાકી હોવાનું જણાવીને દુકાનોને તાળા મારવાનું શરૂ કર્યું હતું. વેપારીઓનો આરોપ છે કે તેમને નોટિસ આપવાની તસ્દી પણ લેવામાં આવી નથી. સીલિંગની આ કાર્યવાહીને પગલે અન્ય વેપારીઓ પણ એકઠા થઈ ગયા હતા અને તંત્રની મનસ્વી નીતિનો વિરોધ કર્યો હતો. વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે નિયમિત વેરો ભરતા સભ્ય વેપારીઓ છીએ. અમે અગાઉ વોર્ડ નંબર-3 ના અધિકારીઓને રૂબરૂ મળીને રજૂઆત પણ કરી હતી. તેમ છતાં, કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર આજે અચાનક અમારી દુકાનો સીલ કરી દેવામાં આવી છે.



