સવારથી જ પતંગરસિકો દોરી અને પતંગો લઈને ધાબાઓ પર ચડી ગયા હતા. સવારના દસેક વાગ્યા સુધી પતંગનો ઠંડો માહોલ રહ્યા બાદ બપોર પડતા શહેરોના આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ હતી. લોકો પતંગ ચગાવવાની સાથે ધાબા પર જ ફાફડા-જલેબી અને ઊંધિયાની જિયાફત માણતા જોવા મળ્યા હતા. ઘણી જગ્યાએ ફિલ્મી ગીતો અને ઉઉંના તાલે ગરબા-ડાન્સની રમઝટ પણ જામી હતી. દિવસભર આકાશમાં પતંગ અને કાઈપો છેની બૂમો સંભળાતી રહી. બપોરના સમયે થોડી વાર માટે ઉત્તરાયણનો માહોલ શાંત પડ્યો હતો. પરંતુ, સાંજ પડતા જ ધાબાઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અંધારુ થયું ત્યાં સુધી લોકોએ પતંગ ચગાવવાની મજા માણી હતી. દિવસભર પતંગની મજા લીધા બાદ સાંજ પડતા જ આકાશમાં પતંગનું સ્થાન આતશબાજીએ લીધું હતું. જેના કારણે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. તો સાથે ધાબા પર જ ગરબાની રમઝટ જામતા નવરાત્રિ જેવો માહોલ પણ જામ્યો હતો. આમ લોકોએ દિવસે આકાશમાં પતંગ, સાંજે ગરબા અને રાત્રે આતાશબાજી કરી મકરસક્રાંતિની ઉજવણી કરી હતી.
લોકોએ દિવસે આકાશમાં પતંગ, સાંજે ગરબા અને રાત્રે આતાશબાજી કરી મકરસક્રાંતિની ઉજવણી કરી

You Might Also Like
Follow US
Find US on Social Medias


