ડિજિટલ ક્રાંતિમાં ભારત અગ્રેસર: ઞઙઈં વિશ્ર્વની સર્વશ્રેષ્ઠ પેમેન્ટ સિસ્ટમ: વેક્સિન ઉત્પાદન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં દેશે વિશ્ર્વમાં જમાવી ધાક
ઓમ બિરલાની અધ્યક્ષતામાં 61 સ્પીકર્સ લોકશાહીના વિવિધ પાસાઓ પર કરશે ચર્ચા
- Advertisement -
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતની હરણફાળ: રેલ અને મેટ્રો નેટવર્કની વૈશ્ર્વિક નોંધ : વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો અને ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક ભારતમાં
ભારતમાં 25 કરોડ લોકો ગરીબીમુક્ત થયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના સંવિધાન સદન ખાતે 28મી કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ (ઈજઙઘઈ)નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ ત્રણ દિવસીય સંમેલનમાં 42 દેશોના 61 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
પીએમ મોદીએ ગર્વભેર જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારની જનકલ્યાણકારી નીતિઓને કારણે ભારતમાં 25 કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર આવ્યા છે.
વડાપ્રધાને ભારતના આર્થિક અને ડિજિટલ ઉત્થાન પર ભાર મૂકતા કહ્યું કે, ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ઞઙઈં દ્વારા વિશ્વની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ધરાવે છે. તેમણે ઉમેર્યું કે, ભારતે કોવિડ કાળમાં 150થી વધુ દેશોને મદદ કરી ’માનવતા પ્રથમ’ના સિદ્ધાંતને સાર્થક કર્યો છે. ભારતીય લોકશાહીમાં મહિલાઓના નેતૃત્વનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, દેશમાં 15 લાખ મહિલાઓ સ્થાનિક સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ કરી રહી છે, જે વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ છે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંમેલનની અધ્યક્ષતા કરતા જણાવ્યું કે, આ મંચ દ્વારા લોકતાંત્રિક મૂલ્યો અને સંસદીય પ્રક્રિયાઓના અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં)નો સંસદમાં ઉપયોગ, સોશિયલ મીડિયાની અસર અને સુરક્ષા જેવા મહત્વના 5 મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, આ સંમેલનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેલ થયા નથી.



