જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વર્ષ 2026માં એક ખૂબ જ ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે. 18 જાન્યુઆરીના રોજ મૌની અમાસના પાવન દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં બિરાજમાન થશે. આ દુર્લભ યુતિ મકર રાશિમાં બનશે, જે કર્મ અને અનુશાસનના કારક શનિની રાશિ માનવામાં આવે છે. આ શુભ સંયોગ 18 જાન્યુઆરીના રોજ સાંજે 4:41 વાગ્યે શરૂ થશે અને 20 જાન્યુઆરીના રોજ સવારે 1:35 વાગ્યા સુધી પ્રભાવી રહેશે. આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિઓ માટે ભાગ્યના નવા દ્વાર ખુલી શકે છે. ખાસ કરીને ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સારા પરિણામો મળવાની શક્યતા છે. ચાલો જાણીએ કે, આ ભાગ્યશાળી રાશિઓ કઈ-કઈ છે.
વૃષભ રાશિ
- Advertisement -
વૃષભ રાશિના જાતકો માટે આ સમય આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ અનુકૂળ રહેશે. પૈસા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. આવકની નવી તકો સામે આવી શકે છે. બિઝનેસ કરતા જાતકોને સારા નફાના સંકેતો મળી શકે છે. જે લોકો રોકાણની યોજના બનાવી રહ્યા છે, તેમને ભવિષ્યમાં સારો લાભ મળી શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ બની રહેશે. પરસ્પર તાલમેલ મજબૂત થશે. 18 થી 21 જાન્યુઆરી વચ્ચે તમને ઘણા સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. આ સાથે જ નોકરી શોધી રહેલા જાતકોને સારી તકો મળી શકે છે. આ સાથે જ અગાઉથી અટકેલા કામ પણ આ સમય દરમિયાન પૂર્ણ થઈ શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે સૂર્ય-ચંદ્રની આ યુતિ કરિયરની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા પગાર વધારાના શુભ સમાચાર મળી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલા જાતકોને વધુ સારા પેકેજની ઓફર મળી શકે છે. જૂના અટકેલા પૈસા પાછા મળવાના પણ યોગ બની રહ્યા છે. 18થી 21 જાન્યુઆરીની વચ્ચે તમારી મહેનત રંગ લાવશે. જો તમે વિદેશી કંપનીઓ અથવા આંતરરાષ્ટ્રીય વેપારમાં સામેલ છો, તો આ સમય તમારા માટે ખાસ રીતે ફાયદાકારક રહેશે.
- Advertisement -
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ યુતિ કોઈ વરદાનથી ઓછી નથી. વ્યવસાયમાં તેજી આવશે અને આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. મોટા ધન લાભના સંકેત મળી રહ્યા છે. આ સમય દરમિયાન જમીન, ઘર અથવા વાહન જેવી સંપત્તિ ખરીદવા માટેના શુભ યોગ પણ બની શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. લોકો તમારા વિચારો અને નેતૃત્વ ક્ષમતાથી પ્રભાવિત થશે. કાર્યક્ષેત્રમાં તમારી પકડ મજબૂત થશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે.




