‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ શિવભક્તિમાં તરબોળ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
- Advertisement -
સોમનાથ સ્વાભિમાન પર્વ’ના પ્રારંભે સોમનાથ મંદિરના સાનિધ્યમાં ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી, જીગરદાન ગઢવી અને ઉમેશ બારોટે શિવ આરાધના અને ભજનોની રમઝટ બોલાવી હતી. લોકસાહિત્યકાર સાંઈરામ દવેએ સોમનાથનો ઈતિહાસ અને આપણી વિરાસત વિશે સચોટ પ્રસ્તુતિ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. રોશનીથી ઝળહળતા મંદિર પરિસરમાં ગરબા અને શિવ સ્તુતિના ગુંજારવથી દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. ભક્તોએ કલાકારોના સૂરમાં સૂર પુરાવી આધ્યાત્મિક આનંદ માણ્યો હતો.



