ઢાકા એરપોર્ટ પર લાખોની સંખ્યામાં કાર્યકરો એકઠાં થયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન 17 વર્ષ બાદ દેશ પરત ફર્યા છે. ઢાકા એરપોર્ટ પાસે તેમનું સ્વાગત કરવા માટે તેમની પાર્ટી ઇગઙના 1 લાખ કાર્યકર્તાઓ એકઠા થયા હતા.
રહેમાન ધરપકડથી બચવા માટે 2008માં લંડન ભાગી ગયા હતા, કારણ કે તે સમયે હસીના સરકારમાં તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના અનેક કેસો ચાલી રહ્યા હતા.
બાંગ્લાદેશમાં આવતા વર્ષે 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (ઇગઙ) ચૂંટણી જીતવાની સૌથી મોટી દાવેદાર છે.
ઇગઙના અધ્યક્ષ ખાલિદા ઝિયાની ઉંમર 80 વર્ષ થઈ ગઈ છે અને તેઓ ખૂબ જ બીમાર છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે રહેમાન આગામી વડાપ્રધાનના દાવેદાર હોઈ શકે છે.
ગુરુવારે સ્વાગત સમારોહ પછી, તારિક રહેમાન એવરકેર હોસ્પિટલમાં જશે, જ્યાં તેમની માતા, ભૂતપૂર્વ વડાપ્રધાન અને ઇગઙ અધ્યક્ષ ખાલિદા ઝિયા 23 નવેમ્બરથી સારવાર લઈ રહ્યા છે.
હોસ્પિટલથી, તારિક ગુલશન એવન્યુ પરના તેમના નિવાસસ્થાને જશે. ખાલિદા બાજુના ઘરમાં રહે છે, જેને ‘ફિરોઝા’ તરીકે ઓળખવામાં આવે છે.
તારિક જ્યાં રહેશે તે બંગલો તેમના પિતા, સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનનો હતો. રહેમાનની હત્યા પછી, ઘર તેમની પત્ની ખાલિદા ઝિયાને આપવામાં આવ્યું હતું.
તારિક રહેમાનને જોવા માટે 300 ફૂટ રોડ પર લાખો લોકોની ભીડ એકઠી થઈ છે. રહેમાન અહીં આયોજિત ભવ્ય સ્વાગત સમારોહમાં જનમેદનીને સંબોધિત કરશે. આ ઐતિહાસિક ક્ષણને જોવા માટે લોકો વહેલી સવારથી જ રસ્તાની બંને બાજુએ ગોઠવાઈ ગયા હતા.



