ગુજરાતથી દિલ્હી સુધી તમામ રાજ્યોને નિર્દેશ જારી કરાયા: વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
અરવલ્લીમાં સંરક્ષિત અને ખનન પ્રતિબંધિત વિસ્તારને વધુ વધારવામાં આવશે
- Advertisement -
પહેલેથી ચાલું ખાણો પર પર્યાવરણીય માપદંડો પર કડકાઈ કરવા અને વધારાના પ્રતિબંધો લાગશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે સમગ્ર અરવલ્લી રેન્જમાં નવી માઇનિંગ લીઝ જારી કરવા પર રોક લગાવી દીધી છે. કેન્દ્રએ રાજ્ય સરકારોને અરવલ્લીમાં કોઈપણ પ્રકારના નવા ખનન પટ્ટા આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના નિર્દેશો જારી કર્યા છે.
આ પ્રતિબંધો સમગ્ર અરવલ્લી પર સમાનરૂૂપે લાગુ પડશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા જારી કરાયેલા લેખિત નિવેદન અનુસાર, આ આદેશનો હેતુ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સુધી ફેલાયેલી સતત ભૂસ્તરશાસ્ત્રીય શૃંખલા તરીકે અરવલ્લીનું રક્ષણ કરવાનો અને તમામ અનિયમિત ખનન પ્રવૃત્તિઓને રોકવાનો છે.
ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ (ઈંઈઋછઊ)ને સમગ્ર અરવલ્લી પ્રદેશમાં સતત ખાણકામ માટે એક વ્યાપક, વૈજ્ઞાનિક યોજના તૈયાર કરવાના નિર્દેશો આપ્યા છે. આ યોજનામાં પર્યાવરણીય અસર અને પારિસ્થિતિક વહન ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની સાથે-સાથે પારિસ્થિતિક રીતે સંવેદનશીલ અને સંરક્ષણની દૃષ્ટિએ મહત્વપૂર્ણ વિસ્તારોની ઓળખ કરશે. પુનર્સ્થાપન અને પુનર્વસનના ઉપાયો નિર્ધારિત કરશે. આ યોજનાને સંબંધિત હિતધારકો સાથે પરામર્શ માટે સાર્વજનિક કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના નિવેદન મુજબ સમગ્ર અરવલ્લી વિસ્તારમાં ખનનથી સંરક્ષિત અને પ્રતિબંધિત વિસ્તારોના દાયરાને વધુ વધારવામાં આવશે. અરવલ્લી પર તૈયાર કરવામાં આવી રહેલા પ્લાનમાં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
કેન્દ્ર સરકારે અરવલ્લી વિસ્તારમાં પહેલેથી જ ચાલુ ખાણો વિશે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તમામ પર્યાવરણીય સુરક્ષા ઉપાયોનું કડકાઈથી પાલન સુનિશ્ર્ચિત કરવાના આદેશ આપ્યા છે. કેન્દ્રએ રાજ્ય સરકારને કહ્યું છે કે પર્યાવરણ સંરક્ષણ માટે હાલની ખાણો પર વધારાના પ્રતિબંધો સાથે કડકાઈથી નિયમ-રેગ્યુલેશન લાગુ કરવામાં આવે.
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના નિવેદન અનુસાર કેન્દ્ર સરકાર અરવલ્લી ઇકો સિસ્ટમના દીર્ઘકાલીન સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સરકારનું માનવું છે કે રણીકરણને રોકવા, જૈવ વિવિધતાના સંરક્ષણ, પાણીના સ્ત્રોતોના રિચાર્જ અને ક્ષેત્ર માટે પર્યાવરણીય સેવાઓમાં અરવલ્લીની ભૂમિકા મહત્વપૂર્ણ છે.



