દીપુચંદ્રદાસને જીવતો સળગાવવાની ઘટનાથી સનાતનીઓમાં રોષ: એકતા એ જ લક્ષ્ય સંગઠને કર્યું પ્રદર્શન
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
- Advertisement -
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અને તાજેતરમાં હિંદુ યુવક દીપુચંદ્રદાસની ક્રૂર હત્યાના વિરોધમાં મોરબીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ’એકતા એ જ લક્ષ્ય’ સંગઠનના નેજા હેઠળ સનાતની હિંદુઓ મોટી સંખ્યામાં મહારાણા પ્રતાપ સર્કલ ખાતે એકઠા થયા હતા અને કટ્ટરપંથીઓની જેહાદી માનસિકતા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશમાં નિર્દોષ હિંદુઓને ટાર્ગેટ કરવાની ઘટનાઓને વખોડી કાઢવામાં આવી હતી. સંગઠનના સભ્યોએ જેહાદી માનસિકતાનું પૂતળું બનાવી તેનું દહન કર્યું હતું અને કટ્ટરપંથીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ તકે હિંદુ સંગઠનોએ ભારત સરકારને વિનંતી કરી છે કે બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિંદુઓની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવી શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે.



