દીકરીએ ટીચરને કહ્યું અંકલ ખરાબ વાતો કરે છે, ફ્રેન્ડશીપ કરવાનું કહે છે
‘હવે તું મોટી થઈ ગઈ છો, તારા લગ્ન થશે, તને બધી જાણકારી હોવી જોઈએ’ કહી છેડતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની એક સ્કૂલમાં અભ્યાસ કરતી 13 વર્ષની છાત્રાનો પીછો કરી શખ્સે છેડતી કર્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે ભોગ બનનાર છાત્રાએ સ્કૂલમાં તેણીને ભણાવના મેડમને આ અંગે વાત કરતા તેના વાલીઓને જાણ થતાં અંતે યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભોગ બનનાર છાત્રાના પિતાએ વિજય પરમાર ઉ.40 સામે યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા.18ના રોજ રાત્રે તેની મોટી પુત્રીએ કોલ કરી જણાવ્યું કે તેની બહેનના સ્કૂલના ટીચરે તેને કોલ કરી કહ્યું છે કે તેની બહેનને કોઇ અંકલ હેરાન કરે છે. જેથી પુત્રીની પુછપરછ કરતાં કહ્યું કે આરોપી છેલ્લા બે મહિનાથી એકાંત જોઈ તેની સાથે વાતચીત કરવાની કોશિષ કરે છે એટલું જ નહીં તેનો પીછો પણ કરે છે. તેને ન ગમતી વાતો કરે છે. તેણે હેરાન કરવાની ના પાડી છતાં માનતો નથી. જ્યારે પણ એકલી જોવે ત્યારે તેની પાસે આવી કહે છે કે તું હવે બહુ મોટી થઈ ગઇ છો કાલે સવારે તારા લગ્ન થશે તો તને બધી જાણકારી હોવી જોઈએ આટલું કહી તેની સાથે ખરાબ ભાષામાં વાતચીત કરી ફ્રેન્ડશીપ કરવાનું કહે છે તે જ્યારે પણ આરોપીને હેરાન નહીં કરવાનું કહે છે આખરે સ્કૂલ ટીચરને વાત કરી હતી. પુત્રીની વાત સાંભળ્યા બાદ આજે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે પીઆઇ એચ એન પટેલ સહિતે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી આરોપી પરિણીત છે અને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.



