પંડિત દિન દયાલ ઉપાધ્યાય સુપર સ્પેશ્યાલિસ્ટ બ્લોક નવું બિલ્ડિંગ બિસ્માર હાલતમાં
પોપડું ખરતા નીચે રહેલી રીક્ષાનો કાચ તૂટી ગયો
- Advertisement -
અનેક જગ્યાએ પાણી ટપકતા પાર્કિગમાં પાણીની રેલમછેલ
પાણી ટપકતા નીચે ડોલ અને બકેટ રાખવી પડી
ખુલ્લા વીજવાયર અને સ્વીચબોર્ડથી શોર્ટ સર્કિટની સંભાવના
- Advertisement -
ફાયરના અનેક પાઇપ સડી ગયા છે
રાજકોટની પંડિત દિન દયાલ ઉપાધ્યાય સુપર સ્પેશ્યાલિસ્ટ બ્લોક તરીકે ઓળખાતું સિવિલ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બિસ્માર હાલતમાં છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલું આ આધુનિક બ્લોક શરૂઆતના વર્ષોમાં જ બિસ્માર હાલતમાં પહોંચી ગયું હોવાના ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. બિલ્ડિંગમાં આવેલા સેલાર પાર્કિગમાં અનેક જગ્યાએ ફાયર સેફ્ટી માટે લગાવવામાં આવેલા પાઇપમાંથી સતત પાણી ટપકતું રહે છે. પરિણામે પાર્કિંગ વિસ્તારમાં પાણીની રેલમછેલ સર્જાઈ છે. પાણી ટપકતા સ્થળોએ ડોલ અને બકેટ રાખવાની ફરજ પડે છે, જે હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યા માટે અત્યંત શરમજનક સ્થિતિ ગણાય છે. વધુ ચિંતા જનક બાબત એ છે કે છતમાંથી પોપડા ખરતા નીચે પાર્ક કરેલી એક રીક્ષાનો કાચ તૂટી ગયો હતો, સદનસીબે કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નહોતી. હોસ્પિટલના કેટલાક ભાગોમાં ખુલ્લા વીજવાયર અને જૂના સ્વીચબોર્ડ નજરે પડે છે, જે શોર્ટ સર્કિટ અથવા આગની મોટી દુર્ઘટનાની સંભાવના ઊભી કરે છે. બીજી તરફ, ફાયર સેફ્ટી સિસ્ટમના અનેક પાઇપ સડી ગયા હોવાનું પણ સામે આવ્યુ છે. જો સમયસર આ પાઇપ બદલવામાં નહીં આવે તો આગ જેવી ઇમરજન્સીની સ્થિતિમાં આ વ્યવસ્થા નિષ્ફળ સાબિત થવાની ભીતિ સેવાઈ રહી છે. દર્દીઓની સુરક્ષા અંગે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ થાય અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.



