દારૂ, હત્યાની કોશિશ, હથિયાર, ધમકી સહિતના ગુનાઓ આચરતા 12 શખ્સો સામે નામજોગ સીપીને અરજી
ગુંડા ટોળકીની રોજબરોજની ગુંડાગીરીમાંથી મુક્ત કરાવવા નવા થોરાળા વિસ્તારના રહીશોની સામુહિક અરજ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ગત ઓક્ટોબર મહિનામાં મંગળા મેઈન રોડ ઉપ્પર મુરઘા અને પેડના ગેંગ વચ્ચે સરાજાહેર અંધાધૂંધ ફાયરિંગની ઘટના બન્યા બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને બંને પક્ષના 30થી વધુ સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી રાજ્યની જુદી જુદી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે ત્યારે આ જ પ્રકારે સંગઠિત ટોળકી રચી ગુનાઓને અંજામ આપતી વધુ એક ટોળકી હજુ પણ નવા થોરાળા અને તેની આજુબાજુના વિસ્તારમાં સક્રિય હોય તેમની સામે પણ ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનીક રહીશોએ પોલીસ કમિશ્નરને સંબોધીને લેખિત રજુઆત કરી છે દારૂ, હત્યાની કોશિશ, હથિયાર, ધમકી આપી જમીન-મકાન પચાવી પાડવા સહિતના ગુનાઓને અંજામ આપતા નામચીન શખ્સ સહીત 12 શખ્સો સામે સીપીને અરજી કરી આ ગુંડા ટોળકીની ગુંડાગીરીમાંથી મુક્ત કરાવવા લોકોએ અવાજ ઉઠાવ્યો છે આ અરજી આપ્યા બાદ ડીસીપી ક્રાઇમને પણ રૂબરૂ રજુઆત કરવામાં આવી છે.
રાજકોટના નવા થોરાળા વિસ્તારના રહીશોએ પોલીસ કમિશનરને સંબોધીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે આ વિસ્તારમાં હિંદુ, મુસ્લિમ બંને કોમના લોકો વસવાટ કરે છે છેલ્લા ઘણા સમયથી ગુંડા તત્વો લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે અને થોરાળા તથા આજુબાજુના વિસ્તારના સ્થાનિક નાગરિકોને ધાકધમકી આપી મકાન, જમીન વગેરે પડાવી લ્યે છે અને તેની વિરુદ્ધમાં કોઈ ફરિયાદ કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપે છે સ્થાનિક રહીશોએ ન્યુ વિજયનગરના ળતરફ હનીફભાઇ થઇમ ઉર્ફે છ આંગરી, નવા થોરાળાના આવેશ અયુબભાઇ ઓડિયા, અરબાઝ રફીકભાઇ રાઉમા, શબીર સત્તારભાઈ ઓડિયા, કામિલ હાજીભાઇ ઓડિયા, અબ્દુલ અનવરભાઈ દલ ઉર્ફે અબુ, જંગલેશ્વરના ફિરોજ કદરભાઈ ચુડાસમા ઉર્ફે ઉંદરી, નવા થોરાળાના જગદીશ વલ્લભભાઈ ઠુમ્મર ઉર્ફે જગો બકાલી, જંગલેશ્વરના સોયાબી રાજાકભાઈ ઓડિયા, આબીદ ગનીભાઇ ઓડિયા, અશરફ ઓસમાણભાઈ ઓડિયા અને દૂધની ડેરી પાસે રહેતા રહીમભાઈ સીદીકભાઈ જામનગરી ઉર્ફે જામનગરીના નામ આપ્યા છે ઉપરોક્ત લોકો સ્થાનિક રહીશોને ડરાવી ધમકાવી ખૌફ દેખાડી અવારનવાર ઘાતક હથિયારો સાથે રાત્રીના સમયે ધસી આવે છે અને લોકોને ડરાવે છે આ લોકો સામે રાજકોટ ઉપરાંત અન્ય વિસ્તારમાં પણ ગુનાઓ છે તાજેતરમાં આ વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી જેમાં સોડા બોટલોના ઘા કર્યા હતા જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી થોરાળા, રામનગર, ન્યુ વિજયનગર, ગંજીવાડા, જંગલેશ્વર સહિતના વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે છે સ્થાનિક પોલીસ દ્વારા પણ નક્કર પેટ્રોલિંગ કરવામાં નહિ આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેના પરિણામે આ ટોળકીને પ્રોત્સાહન મળી રહ્યું છે આ ગુંડા ટોળકી સામે મારામારી, દારૂ, હત્યાની કોશિષ, જુગાર, ધમકી, હથિયાર સહિતના ગુનાઓ નોંધાયા હોય જેથી આ ટોળકીનો ગુનાહિત ઇતિહાસ ધ્યાને લઇ તમામ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે.
સરકારી ખરાબામાં ફાર્મ હાઉસ ખડકી દીધું છે
- Advertisement -
અરજીમાં વધુ જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત નામવાળા ઈસમો ગેરકાયદે મંડળી રચી ગુંડા તત્વોની ગેંગ બનાવી ગોંડલ રોડ, રસુલપરા સહિતના વિસ્તારમાં બળજબરીથી મકાનો ઉપર કબ્જો કરે છે તેમજ મહમદી બાગવાળા સરકારી ખરાબમાં 1000થી 1500 વાર જગ્યામાં ફાર્મ હાઉસ બનાવી લીધું છે તેમજ નવા થોરાળા, રામનગરમાં પણ મકાન પચાવી પાડ્યું છે દૂધની ડેરી વિસ્તારમાં 900 વાર જગ્યામાં કબ્જો કરી લીધો છે બાજુના વેપારીની જગ્યામાં પણ કબ્જો કરી લીધો છે.



