જિલ્લામાં 102 મતદાન મથકોનો વધારો થતાં કુલ 1,144 મતદાન મથકો થયાં
જિલ્લામાં કુલ 9,42,314 મતદારો નોંધાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.20
ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તા. 1 જાન્યુઆરી, 2026ની લાયકાત તારીખને આધારે ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારા (જાયભશફહ ઈંક્ષયિંક્ષતશદય છયદશતશજ્ઞક્ષ2026) પ્રક્રિયા અમલમાં મૂકાઈ છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં મુસદ્દારૂૂપ મતદારયાદી પ્રસિદ્ધ કરી અને માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોને નકલ આપવામાં આવી હતી.
આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન. વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વેરાવળ પ્રાંત ઓફિસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કુલ 4 વિધાનસભા મતવિસ્તારો 90 સોમનાથ, 91 તાલાળા, 92 કોડીનાર અને 93 ઉનાનો સમાવેશ થાય છે.
ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા પ્રક્રિયાના ભાગરૂૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા ઉપસ્થિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જણાવવામાં આવ્યું હતું કે, મતદાન મથકોના પુનર્ગઠન બાદ ગીર સોમનાથ જિલ્લામાં હવે કુલ 1,144 મતદાન મથકો અસ્તિત્વમાં આવ્યાં છે. જે અગાઉ 1,042 હતાં. આ રીતે કુલ 102 મતદાન મથકોનો વધારો થયો છે. આ દરેક મતદાન મથકો પર વધુમાં વધુ 1,200 મતદારો રહેવાના છે.
મતદારયાદી સુધારણાની આંકડાકીય વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, તા. 01/10/2025 ના રોજની સ્થિતિએ ગીર સોમનાથ જિલ્લામાં કુલ 9,42,314 મતદારો નોંધાયા છે. ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા ઘરે-ઘરે જઈ તમામ મતદારોને ગણતરી ફોર્મ (ઊક્ષીળયફિશિંજ્ઞક્ષ ઋજ્ઞળિત) નું વિતરણ તા.04/11/2025 થી 07/11/2025 કરવામાં આવ્યું હતું. આ ગણતરી ફોર્મ તા.04/11/2025 થી 14/12/2025 સુધી પરત મેળવવાની કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રક્રિયા દરમિયાન 8,97,109 મતદારોનું વર્ષ 2002ની મતદારયાદી સાથે મેપિંગ કરવામાં આવ્યું છે. જે ગણતરી ફોર્મ પરત મળ્યા નથી તેવા 81,471 મતદારોને અજઉ (ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા) તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. તે અજઉ (ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા) મતદારોનો તા.19/12/2025ના રોજ પ્રસિદ્ધ મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવેલ નથી.
પરત ન મળેલ (ઞક્ષભજ્ઞહહયભફિંબહય) કુલ 81,471
- Advertisement -
મૃત્યુ (ઉયફવિં) 29,796,
કાયમી સ્થળાંતર (ઙયળિફક્ષયક્ષહિું જવશરયિંમ) 10,685,
ન મળી આવેલ/ગેરહાજર (ઞક્ષિફિંભયફબહય/અબતયક્ષિ)ં 32,454,
અગાઉથી નોંધાયેલ (અહયિફમુ ઊક્ષજ્ઞિહહયમ): 195,
અન્ય કારણો: 8,341 નો સમાવેશ થાય છે.



