‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત બોન્ઝા વિટ્રીફાઇડના સંચાલકને રિકવર કરેલી રકમ સોંપતી સાયબર ક્રાઈમ પોલીસ
ખાસ-ખબર ન્યૂઝ વાંકાનેર
- Advertisement -
વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર આવેલી બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લિમિટેડના વેપારી સાથે થયેલી લાખોની છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. ગઠિયાઓ દ્વારા હડપ કરવામાં આવેલી રકમ પૈકી ₹41.81 લાખની રકમ પોલીસે રિકવર કરી મૂળ માલિકને પરત સોંપી છે.
કઈ રીતે આચરી હતી છેતરપિંડી? કંપનીના સંચાલક દેવેન્દ્રભાઈ પનારા ટાઇલ્સ એક્સપોર્ટનો વ્યવસાય કરે છે. ભારત સરકારની ઈંઈઊૠઅઝઊ સ્કીમ હેઠળ કંપનીને નિકાસના બદલામાં ₹71.45 લાખની કિંમતના 29 નંગ લાયસન્સ/કૂપન મળ્યા હતા. અજાણ્યા શખ્સોએ કંપનીના નામે ખોટું જી-મેઈલ આઈડી બનાવી અને બોગસ દસ્તાવેજો ઉભા કરી આ કિંમતી કૂપન્સ પોતાના નામે ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે ઓક્ટોબર 2023માં વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસની કામગીરી અને રકમની વાપસી મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે અલગ-અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરી હતી. આ સઘન તપાસના અંતે ફ્રોડમાં ગયેલી રકમમાંથી ₹41,81,680 રિકવર કરવામાં આવ્યા હતા. નામદાર કોર્ટના હુકમ બાદ, આ રકમ ફરિયાદી દેવેન્દ્રભાઈને પરત સોંપવામાં આવી હતી. પોલીસે આધુનિક યુગમાં ડિજિટલ દસ્તાવેજોની સુરક્ષા બાબતે વેપારીઓને સાવધ રહેવા અપીલ કરી છે.



