મામલતદારની ટીમો દ્વારા દરોડો કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
- Advertisement -
થાનગઢ પંથકના ભડુલા વિસ્તારમાં કોલસાના ખનન પર મામલતદારની ટીમ દ્વારા દરોડો કરવા જતા ત્રણ ખનિજ માફીયાઓ દ્વારા નાયબ મામલતદાર સહિતની ટીમ પર હુમલો કર્યો હતો જે ઘટના બાદ હવે થાનગઢ મામલતદાર ખનીજના મામલે ખૂબ જ સંવેદનશીલ નજરે પડે છે. થાનગઢ મામલતદાર ટીમ દ્વારા વિજળીયા અને મનડાસર ગામે સીમ વિસ્તારમાં ચાલતા સફેદ માટીના ગેરકાયદેસર ખનન પર દરોડો કરવામાં આવ્યો હતો. મનડાસર ગામે માલિકીની જમીન પર સફેદ માટીના ખનન પર દરોડા દરમિયાન હિટાચી મશીન જ્યારે વીજળીયા ગામે સરકારી જમીન પર થતા સફેદ માટીના ખનન પર દરોડો કરી ટ્રેક્ટર તથા જનરેટર સહિત કુલ 52 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ખનિજ માફીયાઓ વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.



